Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ઉનામાં પરિવર્તન યાત્રાનું સ્‍વાગત

 ઉનાઃ દ્વારકાથી શરૂ થયેલ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ટાવર ચોકમાં આવી પહોંચતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેશભાઇ મકવાણા અને તાલુકાના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઇ રામ, પ્રદેશ ઉપપ્રમુખ નિમિષાબેન ખૂટ અને આગેવાનોનું સ્‍વાગત કરેલ અને પ્‍રિવર્તન યાત્રા ટાવર ચોક ત્રિકોણબાગ પહોંચી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનોએ ફુલહાર પહેરાવી એસ.ટી.બસ સ્‍ટેશન વઢલી ચોક થઇ રોકડીયા હનુમાન મંદિરના થઇ સમઢિયાળા ગામે પહોંચી હતીઅને ત્‍યાં યાત્રા સભામાં ફેરવાય હતી. ટાવરચોકમાં પરિવર્તન યાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર. (તસ્‍વીરઃ નવીન જોષી-ઉના)

(12:10 pm IST)