Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

માણાવદરનો ટ્રક લીંબડી પાસે સળગ્‍યો

 વઢવાણ : લીંબડ઼ી-અમદાવાદ હાઈવે પર કાનપરાના બોર્ડ નજીક કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. માણાવદરથી કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકના ચાલકે અચાનક સ્‍ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની નીચે ઉતરી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે તણખો થતા આગ લાગી હતી.   આગ જોત જોતામાં વિકરાળ બનતા ટ્રક પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે, ડ્રાઈવર અને ક્‍લીનરે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી લીધો હતો. બનાવની જાણ થતા લીંબડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની  ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

(11:56 am IST)