Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કોટડાસાંગાણી તાલુકાનાં ખારેડા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી

સામાજીક કાર્યકર નીતિન સાંડપએ મુખ્‍યમંત્રી સાહિનાને ફરિયાદ કરી

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ,તા. ૧૮: કોટડા સાંગાણી તાલુકાના ખારેડા ગામે નદી માંથી ખનીજ માફિયાઓ દ્વારા કોઈના ડર રાખ્‍યા વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી થતી હોવા છતાં સ્‍થાનિક તંત્ર ત્રણ બંદરની ભૂમિકામાં હોય તેવા આક્ષેપો સાથેની મુખ્‍યમંત્રી સહિત લાગતા વળગતાને લેખિતમાં ફરિયાદ કરતા કોટડા સાંગાણી તાલુકા તંત્રમાં હડકંપ મચી જવા પામી હતી.

સામાજીક કાર્યકર નીતિન સાંડપા એ મુખ્‍યમંત્રી સહિતનાં ને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્‍યું છે કે કોટડા સાંગાણી તાલુકાના ખારેડા ગામની નદીમાંથી રેતીનું બેફામ ચોરી ચાલુ હોય જેમને ડામી દેવા માટે સ્‍થાનિક તંત્ર હરકતમાં આવતું ન હોય તેથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે સ્‍થાનિક પોલીસ જવાબદાર અધિકારી રહેમ રાહે નજર સમક્ષ રેતીનું ખનન થતું હોવા છતાં પોલીસને હપ્તાઓ આપીને મીઠી નજર હેઠળ ખનીજ ચોરી ખુલ્લેઆમ થતી હોવાના આક્ષેપો સાથે લેખિતમાં ફરિયાદ મુખ્‍યમંત્રી સહિતનાઓને સમગ્ર ખનીજ ચોરી નું નેટવર્ક પકડી પાડવા અંગેની લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સ્‍થાનિક તંત્રમાં કાનાસુફી સહીત હડકંપ મચી જવા પામી છે.

(12:09 pm IST)