Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પીપળીયા (ધા)ની સીમમાં જુગારના અખાડા પર દરોડો : ૮ ઝડપાયા

ચોટીલાઃ નાની મોલડી પોલીસે પીપળીયા (ધા) ગામની સીમમાં હકિકતના આધારે જુગાર અંગે રેઇડ કરી આઠ જુગારીઓને ૨૧૦૭૦ ની રકમ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. નાની મોલડી પીએસઆઇ વાય.એસ.યુડાસમા તથા પોલીસ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન હકીકત મળેલ કે લીંડકડી તરીકે ઓળખાતી સીમમા કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે અંગે બાતમી વાળા સ્‍થળે માલાભાઇ, ભરતસિંહ, કુલદિપભાઇ, રવિભાઇ ખાચર, ભરતભાઈ સહિતના એ રેઇડ કરતા જોરૂભાઇ ટપુભાઇ ધાધલ, છગનભાઇ બીજલભાઇ સરવૈયા, ગોરધનભાઇ માવજીભાઇ બાવળીયા, અશોકભાઇ આલાભાઇ પરમાર, રમેશભાઇ આલાભાઇ પાંચલ, બાબુભાઇ ભલાભાઇ નાકીયા, ઘનશ્‍યામભાઇ ઉર્ફે ઘનો પોપટભાઇ નાકીયા, જસમતભાઇ મોહનભાઇ માંડાણી ને જાહેરમા ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતા રોકડ રૂ.૨૧૦૭૦ / ના મુદામાલ તથા ગંજીપાના સાથે પકડી પાડી જુગાર ધારા હેઠળ ગુન્‍હો રજીસ્‍ટર કરી કાર્યવાહી હાથ ધરેલ છે. (તસ્‍વીરઃ હેમલ શાહ)

(12:26 pm IST)