Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગઢકામાં ભરવાડ સમાજ દ્વારા ૧૨ સ્‍તંભ અને સમૂહલગ્નનો અવસર રંગેચંગે સંપન્‍ન

૫૧ દિકરીઓના પ્રભુતામાં પગલા : લાજ પ્રથા દૂર કરવા સુધારાવાદી નિર્ણય

રાજકોટ,તા.૧૭: અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્‍ણએ પધરામણી કરી પ્રભુ પગલા પાડયા એ ઐતિહાસિક મુળવાનાથની જગ્‍યા અઠેદ્વારકા રાજકોટ તાલુકાના ગઢકા ખાતે સમસ્‍ત ભરવાડ સમાજ દ્વારા તા. ૧૪, ૧૫, ૧૬ મે દરમ્‍યાન ત્રિ દિવસીય મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેમાં ૩ દિવસ મહારૂદ્રી યજ્ઞ, ભવ્‍ય લોકડાયરો, એક સાથે ૧ર સ્‍તંભ ઉભા કરવામાં આવ્‍યા હતા અને ૫૧ દિકરીઓએ સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં પ્રભુતામાં પગલા પાડયા હતા. આ ત્રણ દિવસ દરમ્‍યાન અંદાજીત ત્રણ લાખ થી વધુ માનવ મહેરામણ ઉમટયો હતો.

મૂળવાનાથની જગ્‍યામાં યોજાયો આ ધાર્મિક મહોત્‍સવમાં શાસ્ત્રોકવિધિથી મહારૂદ્રી યજ્ઞ યોજાયો હતો, તા. ૧૫ ના રોજ રાત્રે ભવ્‍ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં ૮૦ થી વધુ જનમેદની ઉમટી હતી. કલાકારો દેવાયત ખવડ, બીરજુ બારોટ, કૌશિક ભરવાડ, ખીમજીભાઇ ભરવાડ, નિલેષ સોરીયા, હેમત મુંધવા, વિજુબેન આહીર, રીંકુબેન ભરવાડ, સાજીદ મીર (તબલાવાદક), મહેશ બારોટ વગેરે કલાકારો સાહિત્‍ય રસ પીરસ્‍યો હતો. તા. ૧૬ના  ગુજરાતમાં પ્રથમવાર એવા એકસાથે ૧ર સંવરા મંડપ ઉભા કરવામાં આવ્‍યા હતા. તેમજ ૫૧ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. અને સંતો મહંતો, રાજકીય તથા સામાજીક આગેવનો અને આમંત્રિત મહેમાનોનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ મહામંગલમય પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમપૂજય શ્રી ઘનશ્‍યામપુરીબાપુ તોરણીયાના નકલંકધામના મહંત પરમપુજયશ્રી રાજેન્‍દ્રદાસબાપુ, પરબધામના મહંત પરમપૂજય કરશનદાસબાપુ, ગઢકાના મહંત રામદાસબાપુ, રાજપીપળાના મહંત ઘનશ્‍યામદાસબાપુ;, દ્વારકા મૂળવાનાથની જગ્‍યાના મહંત શ્રી બાલારામબાપુ; શિવપુરીધામ દ્વારકાના મહંત શ્રી મુનાબાપુ, બાવળીયાળીના મહંત શ્રી રામબાપુ, આંબરડીના મહંત શ્રી ગોપાલભગત, ગણેશભગત સહીતના નામી અનામી સંતો-મહંતો ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રસંગે જસદણ વિસ્‍તારના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટ જીલ્લાના પ્રભારી અને રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, સાંસદસભ્‍ય રમેશ ધડુકના પુત્ર નીમીષભાઇ ધડુક, રાજકીય તથા સામાજીક આગેવાનો, ધાર્મિક સંસ્‍થાઓના વડાઓ, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ ઉપસ્‍થિતિ રહયા હતા. મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેનો તમામ ખર્ચ સમસ્‍ત સાનીયા પરીવાર તરફ થી આપવામાં આવ્‍યો હતો.

આ ત્રિદિવસીય મહોત્‍સવને સફળ બનાવવા વિહાભાઇ મુંધવા, કાનાભાઇ મુંધવા, મેરામભાઇ મુંધવા, રાણાભાઇ મુંધવા, કાળુભાઇ ધરાંગીયા, અરજણભાઇ સરસીયા, ઝાલાભાઇ સરસીયા, કરશનભાઇ ફાંગલીયા, કેયુરભાઇ ઢોલરીયા (સરપંચ ગઢકા), રાજુભાઇ જુંજા, વિજયભાઇ ગમારા, કાળુભાઇ મુંધવા, રાણાભાઇ ગોલતર, કરણાભાઇ મેવાડા, ધીરૂભાઇ ખોડા, કરણાભાઇ બાંભવા, જીલાભાઇ મુંધવા, નવધણભાઇ મેવાડા, છગનભાઇ મેવાડા, છગનભાઇ બાંભવા, જીવણભાઇ ઝાપડા, મહેશભાઇ માટીયા, બાબુભાઇ ગમારા, દિનેશભાઇ ટોળીયા, ચીનાભાઇ સાનીયા, વિનુભાઇ લામકા, વશરામભાઇ મુંધવા, રધુભાઇ બાંભવા, ધીરૂભાઇ ખીટ, હિરાભાઇ બાંભવા, નારણભાઇ ટારીયા, નાજાભાઇ સાનીયા, હિતેષભાઇ સાનીયા, ટીનાભાઇ સાનીયા (અમદાવાદ), પ્રવિણભાઇ ગમારા, કાળુભાઇ ખીટ, મચ્‍છાભાઇ ઝાપડા, ભીખાભાઇ પડસારીયા, લીંબાભાઇ માટીયા, પરેશભાઇ સોરીયા, મનુભાઇ બાંભવા, ગોપાલભાઇ સરસીયા, ધીરજભાઇ મુંધવા તથા ગઢકાના સમસ્‍ત ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી રહયાં હતા.

(12:22 pm IST)