Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજુલા પાલિકાના ૧૧૦ સફાઇ કામદારોને પુરો પગાર આપવાની જાહેરાત

પાલિકા પ્રમુખ છત્રજીત ધાખડાએ ચૂંટણીમાં આપેલ વચન પૂર્ણ કર્યુ

રાજુલા, તા. ૧૮ : રાજુલા પાલિકા દ્વારા સફાઈ કામદારો ને પૂરો પગાર આપવા માટે ઘણા સમયથી તેઓ ની રજુઆત હતી પરંતુ તાજેતરમાં ત્રણ માસ પહેલા નવા પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલા છત્રજિતભાઈ ધાખડા એ સફાઈ કામદારોને એવું વચન આપ્‍યું હતું કે હું રાજુલા નગરપાલિકા નો પ્રમુખ બનીશ તો તમને પૂરો સરકારના નિયમ પ્રમાણે ૯૬૦૦ રૂપિયા પગાર મળવો જોઈએ તે હુ કરાવી  આપીશ અને સીધો  તમારા બેંક એકાઉન્‍ટમાં સરકારના નિયમ પ્રમાણે હું પૂરો પગાર અને પાલિકા દ્વારા સીધા તમારામાં બેંક એકાઉન્‍ટમાં  જમા કરાવી આપીશ તેવું વચન આપ્‍યું હતું ત્‍યારબાદ પ્રમુખ તરીકે છત્રજીતભાઈ ધાખડા પ્રમુખ બન્‍યા બાદ ખૂબ જ પ્રયત્‍નો બાદ ગઈકાલે સફાઈ કામદારો પ્રમુખ તથા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાથે બેઠક કરી અને એવો નિર્ણય કરવામાં આવ્‍યો હતો કે આવતા મહિનાથી તમને પૂરું વેતન મળશે.

 હાલ મા સરકારના નિયમ પ્રમાણે તમને પગાર મળતો નથી તે હવે આવતા મહિનાથી ૧૧૦ સફાઇ કામદારોને પૂરેપૂરો સરકારના નિયમ પ્રમાણે ૯૬૦૦ રૂપિયા પૂરો પગાર મળશે તેવી ખાતરી આપતા સફાઈ કામદારો માં હર્ષ ની લાગણી ઉદભવી હતી સફાઈ કામદારોમા ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો આમ નગરપાલિકાના ઉત્‍સાહી નિષ્ઠાવાન અને ભ્રષ્ટાચારથી દૂર રહેનાર પ્રમુખશ્રી છત્રજીતભાઈ  ધાખડા એ ચૂંટણીમાં આપેલું વચન પૂર્ણ કરતા  સફાઈ કામદારો માં ભારે હર્ષ ની લાગણી ઉદ્‌્‌ભવિ હતી રાજુલા નગરપાલિકાની સ્‍થાપના બાદ હવે સફાઈ કામદારોને પૂરેપૂરું વેતન મળશે જેથી ભારે ભારે હર્ષ અને લાગણી ઉદભવી છે સફાઈ કામદાર અગ્રણી હકાભાઇ તથા અરવિંદભાઈ જણાવ્‍યું હતું કે હવે અમને પૂરતો પગાર મળવાથી અમારે ગુજરાન ચલાવું વિદ્યાર્થી બાળકોને અભ્‍યાસ કરાવવો કુટુંબીક અને આર્થિક રીતે ભારે મુશ્‍કેલી હતી તેમાં હવે અમને ફાયદો થશે અમારી વ્‍યાજબી માંગણી પ્રમુખશ્રી છત્રજીતભાઈ ધાખડા એ પૂર્ણ કરતા અમે સર્વો પાલિકા પ્રમુખ છત્રજિતભાઈ તથા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને તેની સમગ્ર ટીમ નો આભાર વ્‍યક્‍ત કરીએ છીએ  સફાઈ કામદાર અરવિંદભાઈ જણાવ્‍યું હતું

(1:27 pm IST)