Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વંથલીના પાંચ પોલીસ કર્મી સસ્‍પેન્‍ડ થતા અને પીએસઆઇની બદલી થતા ૧ર શખ્‍સોએ ફટાકડા ફોડી જશ્‍ન મનાવતા ચકચાર

પોલીસ સ્‍ટેશનનાં કમ્‍પાઉન્‍ડના બનાવથી કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ :  વંથલીના પાંચ પોલીસ કર્મી સસ્‍પેન્‍ડ  થતાં અને પી.એસ.આઇ.ની બદલી થતા ૧ર શખ્‍સોએ પોલીસ સ્‍ટેશનનાં કમ્‍પાઉન્‍ડમાં ફટાકડા ફોડી જશ્ન મનાવતા ચકચાર મચી ગઇ હતી.

તાજેતરમાં કથિત તોડકાંડના લઇ વંથલીના પીએસઆઇ એ.પી.ડોડીયાની બદલી થતા અને પાંચ પોલીસ કર્મચારીઓ સસ્‍પેન્‍ડ થયેલ.

આ બાબતે મંગળવારની સાંજે વિજય ગોવિંદ વાણવી, એભો વિજય વાણવી અને રવિ દેવજીભાઇ ચૌહાણ તેમજ રમેશ પુંજા વાણવી વગેરે શખ્‍સો તેમજ અન્‍ય અજાણ્‍યા ઇસમો મળી ૧૦ થી ૧૨ શખ્‍સોએ વંથલી પોલીસ સ્‍ટેશનના કમ્‍પાઉન્‍ડમાં ફટાકડા ફોડી જશ્‍ન મનાવ્‍યો હતો.

આથી વંથલીના પીએસઆઇ વી.કે.ઉંજીયાએ તમામ શખ્‍સોની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવતા કલમ ૧૮૮ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વંથલી પી.એસઆઇ ડી.જી.બડવાએ અટકાયતની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ હાથ ધરી છે. 

(1:41 pm IST)