Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

શિક્ષણ મંત્રીએ એક જ ઝાટકે ઢગલાબંધ પ્રશ્નો હલ કરી દીધા !!!

પરીક્ષા મુલ્‍યાંકન બહિષ્‍કાર પરતનો નિર્ણય ફળ્‍યો

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૮: થોડા સમય પહેલા ગુજરાત રાજયના શૈક્ષણીક સંઘ સંકલન સમીતીના પ્રમુખ તથા રાજય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે.પી.પટેલ દ્વારા પહેલા ધો.૧૦/૧૨ બોર્ડની પરીક્ષાના મુલ્‍યાંકનનો બહિષ્‍કાર કરવા નક્કી થયેલુ તે પછી રાજય શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની અપીલને માન આપી આ આંદોલન પરત ખેંચ્‍યું હતું. જેમાં  પાછળથી મોટાભાગના સંઘો પણ જોડાયા તથા તે પછી શિક્ષણ મંત્રી નાણામંત્રી તથા સચિવો સાથે બેઠક પણ યોજાઇ હતી ગઇકાલે એક જ દિ'માં શિક્ષણમંત્રીએ ઢગલો  પ્રશ્ન ઉકેલી દીધા હતા.

રાજયના છાત્રો તથા શિક્ષકોની સેવાઓ માટે લેવાયેલ મહત્‍વના નિર્ણયોમાં ગ્રાટેડ શાળાના સહાયક શિક્ષકો તથા વહીવટી સહાયક તથા સાથી સહાયકોની ઉકેલી ફીકસ પગારમાં હતી તે સળંગ ગણાશે.

પરીણામ આધારીત ગ્રાંટ નીતી હતી જેમાં નબળુ પરીણામ આપતા મોટી ગ્રાંટ કપાતી તે જુની પધ્‍ધતી મુજબ થશે. જયાં માત્ર બે વર્ગો હોય ત્‍યાં ત્રણ શિક્ષકો હતા. તેને બદલે આચાર્ય સહીત એક વધુ શિક્ષક કુલ ચાર મળશે. આચાર્યને એલટીસીનો લાભ મળશે. બીન શૈક્ષણીક સ્‍ટાફની ભરતી તથા બઢતી અપાશે. આચાર્યની ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તથા સાતમા પગાર પંચના બાકી હપ્તાઓ તુરત ચુકવાશે.

આ નિર્ણયોથી સંચાલક મંડળ, આચાર્ય, શિક્ષકો તથા બીન શૈક્ષણીક તમામ કર્મીઓમાં દિવાળી જેવો માહોલ ફેલાયો છે આ નિર્ણયોથી હાલના મોટાભાગના પ્રશ્નો હલ થઇ ગયા છે.

(2:55 pm IST)