Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગોંડલમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા:

ગુંદાળા શેરીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ત્રણ આરોપીને રૂ.6 હજારની રોકડ સાથે દબોચી લીધા .

ગોડલમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ત્રણ ને રૂ.6 હજારની રોકડ સાથે ગોંડલ સીટી પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.કે. ચૌહાણ અને વિશાલભાઇ સોલંકીને મળેલ ચોકકસ બાતમીની આધારે ગુંદાળા દરવાજા પાસે ગુંદાળા શેરીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હાજમ રહીમ બેલીમ (ઉ.વ.20), શાહનવાજ સિકંદર પટાણી (ઉ.વ.29), અને હુશેન ઉર્ફે ભાલીયો દિલાવરી મકરાણી (ઉ.વ.21)ને રૂ.6 હજારની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(6:35 pm IST)