Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોડીરાત્રે મોરબીમાં રવાપર નજીક કેનાલમાં ડૂબેલ બાળકનો મૃતદેહ મળ્યો

ચોકીદાર તરીકે કામ કરતા કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા કેનાલમાં પડી ગયો હતો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મચ્છુ ૨ કેનાલમાં ત્રણ વર્ષનો બાળક રમતા-રમતા પડી ગયો હોય અને બાળકને શોધવા માટે ફાયરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બાદમાં મોડીરાત્રીના કેનાલમાથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મોરબીના રવાપર ચોકડી નજીક ચોકીદાર તરીકે કામ કરનાર કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા કેનાલમાં પડી ગયો હોય જે બનાવની જાણ કરવામાં આવતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે કલાકોની મથામણ કર્યા બાદ પણ મોડી સાંજ સુધી બાળકનો પત્તો લાગ્યો ના હતો કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી બાળક જે જગ્યાએ કેનાલમાં પડ્યું તેની આસપાસના વિસ્તારમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું બાદમાં કેનાલ બંધ કરવામાં આવી હતી અને મોડીરાત્રીના કેનાલમાં પાણી ઓછુ થતા ફાયરની ટીમ દ્વારા ફરી સર્ચ ઓપરેશન કરવામાં આવતા અંતે બાળકનો મૃતદેહ ઉમિયા સર્કલ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો તો ધટના અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:54 am IST)