Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબીની પંચાસર ચોકડી નજીક બોલેરોએ અડફેટે લેતા બાઇકચાલક આધેડનું કરૂણમોત

મોરબીની પંચાસર ચોકડી નજીક બોલેરોના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના શિવનગર ગામે રહેતા ખીમજીભાઈ નેસડીયા (ઉ.૫૫) પોતનું મોટર સાઈકલ જીજે ૦૩ સીટી ૭૭૩૫ લઈને જતા હોય દરમિયાન મોરબીની પંચાસર ચોકડી નજીક પુર ઝડપે આવતી બોલેરો જીજે ૦૩ બીડબ્લ્યુ ૬૦૨૨ ના ચાલકે ખીમજીભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:13 am IST)