Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભુજમાંથી ૧૫ લાખના બાયો ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે ટેન્કર ઝડપાયું

પશ્ચિમ કચ્છ એલસીબીએ ચાલકની અટક કરી વધુ તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : એલસીબી પોલીસે ભુજના નળવાલા ચકરાવા પાસેથી ૨૪ હજાર લીટરના શંકાસ્પદ બાયોડીઝલના જથ્થા સાથેનું ટેન્કર ઝડપી પાડ્યું છે. કચ્છ પાસિંગના આ ટેન્કર નં. જીજે ૧૨ એઝેડ ૫૮૩૧ સાથે પોલીસે યુપીના ડ્રાઈવર જોગીન્દર મુલ્કરાજ અરોરાની અટકાયત કરી છે. અંદાજિત ૧૫ લાખ ૫૯ હજાર ૮૦૫ રૂ.ની કીમત સાથેના બાયોડીઝલ ના જથ્થાને સીઝ કરી પોલીસે લેબોરેટરી તપાસ માટે નમૂનો મૂકયો છે. જોકે, આ બાયો ડીઝલનો જથ્થો કોનો હતો તે અંગે પોલીસ તપાસ પછી જ માહિતી બહાર આવશે.

(11:53 am IST)