Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જસદણ પંથકમાં જાુગારની મોસમ ખીલીઃ ચાર દરોડામાં ર૩ પતાપ્રેમીને પોલીસે ઝડપી લીધા

આટકોટના જુના જસાપર ગામે ૬, જસદણના બેલડા ગામે ૧૦, સનાળા ગામે ૪ અને શિવરાજપુરમાં પતા ટીંચતા પ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૮: જસદણ પંથકમાં જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ અલગ ચાર દરોડામાં ર૩ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં આટકોટના જુના જસાપર ગામે પ્રવીણ હીમરભાઇ ભટ્ટીની વાડીની ઓરડીમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા આટકોટના પી.એસ.આઇફ. કે. પી. મેતા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક પ્રવીણ, મહેશ ઉર્ફે ધમો કાનાભાઇ પરમાર, પ્રવીણ પરસોતમ ચોથાણી, બાબુ મંગાભાઇ ડાભી, છગન દેવશીભાઇ હિરપરા તથા વલકુ  જાદવભાઇ સાથળીરા ને રોકાડ રૂ. પ૦૪૩ર, મોબાઇલન ંગ-૪ તથા બાઇક નંગ-૪ મળી કુલ ૯૩,૯૩રના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં જસદણના બેલડા ગામે હરેશ રમેશભાઇ સોલંકી તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે. જે. રાણા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક હરેશ ભરત દેવશીભાઇ તાવીયા, વિશાલ વાલજીભાઇ તલાવડીયા, નિતેષ અશોકભાઇ તલાવડીયા, અશોક વિરજીભાઇ સોલંકી, વિષ્ણુ જીવરાજભાઇ રાઠોડ, રવિ ધનાભાઇ ગળતરા, દિનેશ બેચરભાઇ બારૈયા, સંજય રાજેશભાઇ વેષ્ણવ તથા શૈલેષ વિનુભાઇ મેર રે. તમામ બેલડા ગામને રોકડા રૂ. ર૬૩૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં જસદણના સનાળા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા મહેશ કમાભાઇ વસાણી, મુકેશ પુનાભાઇ રાઠોડ, કાળુ કમાભાઇ ચાવડા તથા પિત્ટુ પરસોતમભાઇ સાથળીયાને પોલીસે ઝડપી લીધા હતા જયારે રાહુલ રાજુભાઇ મકવાણા હાર્દીક કેશુભાઇ સેદાણી તથા વાલા નારણભાઇ ચાવડા રે. સનાળા નાસી છુટયા હતા પોલીસે રોકડા રૂ. ૧૦૩૮૦ કબ્જે કરી તમામ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

ત્રીજા દોરડામાં જસદણના શિવરાજપુર ગામે ભદ્ેશ નારણભાઇ વેકરીયા તેના મકાનમાંજુગાર રમાડતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે.જે. રાણા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક ભદ્ેશ, નિકુંજ રમણભાઇ આસોદરીયા, રોનક મગનભાઇ વેકરીયા, લાલજી મગનભાઇ વેકરીયા તથા દિનેશ ખોડાભાઇ આસોદડરીયા રે. તમામ શિવરાજપુરને રોકડા રૂ.૧૦ર૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)