Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ધ્રોલમાં સવારે ધોધમાર વરસાદઃજોડીયા,ભાદરા, આમરણમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

આજે ગરમી-બફારા બાદ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશ

ધ્રોલ : તસ્વીરમાં ધ્રોલમાં વરસતો વરસાદ નજરે પડે છે.

ધ્રોલ તા. ૧૮ :.. જામનગર જીલ્લાના ધ્રોલમાં આજે સવારે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી.

ગઇકાલે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારે પ્રથમ ધીમીધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં.વહેલી સવારે ગરમી-બફારો બાદ મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

જયારે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

ધ્રોલ, જોડીયા, ભાદરા, આમરણ સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ખુશ થયા છે. અને વાવણી લાયક વરસાદ વરસતા વાવણીની તૈયારીમાં લાગી ગયા છે.

(11:44 am IST)