Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જૂનાગઢમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન : ધીમીધારે વરસાદથી લોકોને બફારામાં રાહત

સવારથી જ આકાશમાં વાદળો ઉમટયા : ધરતીપુત્રોમાં ખુશાલી છવાઈ

જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદથી બફારામાં લોકોને રાહત મળી છે. બીજી બાજુ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે. ધરતીપુત્રોમાં ખુશાલી છવાઈ છે 

(12:27 pm IST)