Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના પ્રમુખપદે પત્રકાર કૌશિકપુરી : મહામંત્રી પત્રકાર કાદરી : ખજાનચી ખેતી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮: વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના વર્ષ-૨૦૨૧/૨૨ના હોદેદારોની વરણી કરવા માટે આર.સી.સી.ના સ્થાપક પ્રમુખ રમણિકભાઇ દુધાત્રાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી મળેલ હતી જેમાં નવા વર્ષના વિસાવદર આર.સી.સી ના પ્રમુખ તરીકે યુવા પત્રકાર અને દશનામ ગૌસ્વામી પ્રગતિ મંડળના પ્રમુખપદે કૌશિકપુરી ગૌસ્વામી અને મહામંત્રી તરીકે પત્રકાર આશીફ કાદરી તથા ખજાનચી તરીકે અબ્બાસી ખેતીની વરણી કરવામાં આવી હતી. જેમાં સભ્યો ઈલ્યાસ મોદી,મુકેશ રિબડીયા,મધુકાન્ત કચ્છી, હાર્દિક વનરા વિગેરે હાજર રહેલ હતા અને નવા વરાયેલા હોદેદારો ને શુભેચ્છા પાઠવી હતી.

(12:59 pm IST)