Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જામનગરમાં આર્થિક તંગીને કારણે પતિએ પીયરે જવાની ના પાડતા પત્નિએ આયખું ટુંકાવ્યું

જામનગર, તા.૧૮: અહીં શારદાનગર સોસાયટીમાં રહેતા સુનિલભાઈ હિરાભાઈ સાચિયા, ..૩ર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, શારદાબેન સુનિલભાઈ હિરાભાઈ સાચિયા, ..૩૦, પીયર જવું હોય એન તેના પતિ સુનિલભાઈ પાસે પૈસા હોય જેથી તેના પતિ સુનિલભાઈએ થોડા દિવસ પછી જવાનું કહેતા લાગી આવતા પોતાની જાતે પોતાની હાથે ગળાફાંસો ખાઈ મૃત્યુ પામેલ  છે.

બિમારી સબબ બાળકીનું મોત અહીં મયુર ટાઉનશીપ લાલપુર રોડ ઉપર રહેતા ઉર્વીબેન મનસુખભાઈ સિતાપરા, ..૩ર સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કેઆરવી(બેબી) લલીતાબેન મહેશભાઈ સોલંકી, ..૪૩ દિવસ વાળી જન્મ થી બિમાર હોય સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

જી.જી.હોસ્પિટલના ગેઈટ સામેથી મોટરસાયકલ ચોરાયાની રાવ અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રભાઈ ગોરધનભાઈ કણસાગરા, ..૬૦, રે. મોટુ ફળીયુ પટેલ સમાજની સામે, સઈ દેવળીયા ગામવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬ર૦ર૧ના ફરીયાદી નરેન્દ્રભાઈએ પોતાનું કાળા કલરનું સિલ્વર કલરના પટ્ટાવાળુ હિરો હોન્ડા કંપનીનું સ્પેલન્ડર પ્લોસ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦કયુ૮૧૬૩ નું જેની કિંમત રૂ.૩૦,૦૦૦/– નું જામનગરની જી.જી.હોસ્પિટલના વચ્ચેના ગેઈટ સામે પાર્ક કરેલ હતું  તે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

યાદવનગરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરદીપભાઈ ભરતભાઈ ધાધલ એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી રંજનબેન કિશોરભાઈ કરશનભાઈ આંબલીયા એ પોતાના મકાનમાં અન્ય આરોપીઓ ભીનીબેન નારણભાઈ પાલાભાઈ ગોદર, કમુબેન રમેશભાઈ ખેરાજભાઈ ગોરડીયા, રામશીભાઈ ગોગનભાઈ લગારીયા, પીઠાભાઈ મુળુભાઈ કંડોરીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧ર,૪પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:05 pm IST)