Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગોંડલના મહિલા, તાલુકાના ચોરડી અને બંધીયાના બે શખ્સો સહિત ત્રણ વિરૂધ્ધ જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો

દિવ્યાંગ જીજ્ઞાબેન આર રાજયગુરૂ એ અન્ય આરોપી ચોરડી ગામના રાજેન્દ્રસિંહ ઝાલા તથા બંધીયા ગામના ઓમદેવસિંહ વાઘેલા સાથે મળી અરજદારની જમીન પચાવી પાડી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૮: શહેરના કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને ચોરડી ગામની સીમમાં રેવન્યુ સર્વે નં. ૧૮ પૈકી ૭ ની આશરે સાડા પાંચ વિદ્યા ખેતીની જમીન ધરાવતા જયાબેન મનસુખભાઇ હરીભાઇ ગજેરા એ ગોંડલના વિકલાંગ જીજ્ઞાબેન આર રાજયગુરૂ, ચોરડી ગામના રાજેન્દ્રસિંહ ઝાલા તથા બંધીયા ગામના ઓમદેવસિંહ વાદ્યેલા વિરુદ્ઘ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાવી હોય

નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા અને તાલુકા પીએસઆઇ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસનો અહેવાલ કલેકટર રાજકોટ તરફ મોકલી આપેલ હતો અને આ કામે કલેકટર અધ્યક્ષ સ્થાને કમીટીની રચના થયેલ જેમા સદરહુ અરજીની થયેલ તપાસના પુરાવા ધ્યાને લેતા અરજદારની જમીન ગેરકાયદે પચાવી પાડેલ હોવાનુ જણાય આવતા ગુન્હો નોંધવા હુકમ કરતા પીએસઆઇ એમ.જે.પરમારે ફરીયાદ આઈ.પી.સી. કલમ, ૪૪૭,૧૨૦(બી) તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ.૪(૩) તથા ૫(ગ)(ચ)મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય લોકો દ્વારા ખેતીકામ કરાવતા અને સને-સને-૨૦૧૩ મા કોઇ વાવેતર કરેલ ન હોય અને પડતર રાખેલ હોઇ આ દરમ્યાન આરોપી જીજ્ઞાબેન આર. રાજયગુરૂ રહે. ગોંડલ વાળા વિકલાંગ હોઇ તેઓને ચોરડી ખાતે પેટ્રોલ પંપ બનાવવા જમીનની માંગણી કરતા સર્કલ ઓફીસર અરજદારની જમીન શરતચુકતથી પંચરોજકામ કરી આપેલ હોઇ, બાદ અરજદારને જાણ થતા ડી.આઇ.એલ.આર. રાજકોટ પાસે માપણી કરાવવા સદરહુ જગ્યા અરજદારની નિકળતા જે કામે પ્રાત અધીકારી સદરહુ જમીન ઓવર લેપીંગ હોવાનુ જણાવેલ બાદ આરોપી જીજ્ઞાબેન આર રાજયગુરૂ એ અન્ય આરોપી ચોરડી ગામના રાજેન્દ્રસિંહ ઝાલા તથા બંધીયા ગામના ઓમદેવસિંહ વાદ્યેલા સાથે મળી અરજદારની જમીન પચાવી પાડી, અરજદારને જમીનમાં જતા રોકતા હોય જેથી અરજી કરેલ હોય જેથી અરજદાર એ ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ મુજબ કાર્યવાહી થવા અરજી કરતા જે અરજી તપાસ થવા અને આવતા આ કામે સદરહુ અરજીની તપાસ પી.એ.ઝાલા , ના.પો.અધિ. ગોંડલ વિભાગનાઓએ કરી આ કામે આગળની તપાસ પી.એ.ઝાલા સાહેબ, ના.પો.અધિ ગોંડલ વિભાગ ચલાવી રહેલ છે.

(1:07 pm IST)