Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા : પ્રિમોન્સુન કામગીરી છતા હાલાકી

જામનગર : ધ્રોલમાં મેઘરાજાની તોફાની બેટિંગથી પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઇ છે. જોડીયા રોડ દર વર્ષની જેમ ગોઠણ સમા પાણી ભરાતા વેપારીઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે. ગોકુલ પાર્ક પણ પાણીના નિકાલના હોવાથી પાણી ભરાયા છે. પ્રિમોન્સુન કામગીરી છતા હાલાકી સર્જાઇ હતી ૨ કલાકમાં ૩૫ એમ.એમ.વરસાદ નોંધાયો હતો. (તસ્વીર-અહેવાલ : સંજય ડાંગર -ધ્રોલ)

(2:48 pm IST)