Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબી લાયન્સ ક્લબ દ્વારા સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથી નિમિતે અનેકવિધ સેવાકાર્યો કરાયા

લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા સંસ્થાના સભ્ય સ્વ.ધવલ રાંકજાની પ્રથમ પુણ્યતિથી નિમિતે વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા હતા અને સેવાકાર્યો થકી પ્રથમ પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી  

જે પુણ્યતિથી નિમિતે સંસ્થાએ સવારે વૃદ્ધાશ્રમમાં વડીલોને નાસ્તો કરાવ્યો હતો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૪૦ થી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી સાથે જ મોરબીના જીઆઈડીસી મેઈન રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગાય માટે પીવાના પાણીની કુંડીનું વિતરણ, પક્ષીઓના ચણ માટે સિમેન્ટના સ્ટેન્ડ વિતરણ કરવામાં આવ્યા હતા વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવ્યું હતું લાયન્સ કલબના પરમેનન્ટ પ્રોજેક્ટ સમાન ૧૧ બેંચ રફાળેશ્વર મહાદેવ મંદિરે અર્પણ કરવામાં આવી હતી મોરબીના ઝૂપડપટ્ટી વિસ્તારમાં સાંજે બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને સાંજે ફરીથી વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવીને પ્રથમ પુણ્યતિથી નિમિતે અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા હતા

(9:19 pm IST)