Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

લીંબડીના કટારીયા ગામે વિજળી પડતાં 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણમોત

ખેતરમાં કામ કરી રહેલા પરિવાર પર વીજળી પડી : એક જ પરિવારના 3 સભ્યો ઘટનાસ્થળે ભડથું થઈ ગયા

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે વિજળીના કડાકા ભડાકા સાથે  અનેક જગ્યાએ મેઘ મહેર થઈ રહી છે. પણ સાથે સાથે વીજળી પડવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વીજળીએ  3 વ્યક્તિઓએ ભોગ લીધો છે.

મળતી માહિતી મુજબ હરીસંગભાઈ બાધણીયા ઉંમર વર્ષ 45, અક્ષયભાઈ હરેશભાઈ બાંધણીયા ઉંમર વર્ષ 30 અને હેતલબેન કલ્પેશભાઈ મેણીયા 26 વર્ષ તમામ ખેતરમાં કામ કરી  રહ્યા હતા જે દરમિયાન કડાકા સાથે વીજળી પડી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યો ઘટનાસ્થળે ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં ખેતરે દોડી આવ્યા હતા. પણ ત્રણેય મૂર્તકોના શરીર વીજળી પડવાથી બળી ગયા હતા

જે બાદ ત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પણ સમાજના ટોળા જામ્યા હતા. કટારીયા ગામે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના 3 ના મોત થી સન્નાટો છવાઈ ગયો છે. પોલીસને પણ જાણ થતાં પોલીસે હોસ્પિટલ આવીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:44 pm IST)