Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કચ્છમાં પ્રાયોગિક ધોરણે ચાલતા બાલિકા પંચાયત પ્રોજેકટનો સમગ્ર દેશમાં અમલ અંગે અભ્યાસ કરાશે

કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ ઝોનલ-સબ ઝોનલ મીટ યોજાઈ : કામગીરીની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ કેબીનેટ મંત્રી સ્મૃતી ઇરાનીએ સર્વગ્રાહી સમીક્ષા કરી

કેવડિયા SOU એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના 8 વર્ષ સફળતાપુર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે. અંતર્ગત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલી યોજનાઓની ગુજરાતમાં થઇ રહેલી કામગીરીની અને તેમાં પણ ખાસ કરીને એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટમાં થઇ રહેલી કામગીરીની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ કેબીનેટ મંત્રી સ્મૃતી ઇરાનીએ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેમની વિવિધ કામગીરીઓની આઠ વર્ષની ઉપલબ્ધિઓ અંગેનો આઉટ રીચ પ્રોગ્રામ ઓન 8 યર્સ અચિવમેન્ટ અંતર્ગત આજે SOU એકતાનગર ટેન્ટસિટીના કોન્ફરન્સ હોલ ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતી ઇરાનીની અધ્યક્ષતામાં નર્મદા જીલ્લામાં હાલમાં મહિલાઓ અને બાળકો માટેના ગુજરાત સરકાર દ્વારા અમલી કરાયેલા વિવિધ પ્રોજેકટ અને આયામો અંગેના પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત ચિતાર આપવામાં આવ્યો હતો.

આ તબક્કે ઉપસ્થિત ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં સચિવ ઇન્દેવર પાંડેએ તમામ પ્રોજેકટની ઉપલબ્ધિઓ અને પરિણામો ઉપર વિસ્તૃત પ્રકાશ પાડયો હતો. ઉપસ્થિત અતિથીઓ સમક્ષ નર્મદા જીલ્લાના ICDSના નાંદોદ તાલુકાના પ્રોગ્રામ ઓફીસર હેમાનગીની ચૌધરીએ આદિવાસી બહુલ વસ્તી ધરાવતા અને ડુંગરાળ વિસ્તારમાં વિપરીત સંજોગો વચ્ચે ટેકનોલોજીનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરીને પોષણ ટ્રેકર પ્રોજેકટને સમગ્ર રાજયમાં નર્મદા જીલ્લાને કેવી રીતે અગ્રેસર રાખ્યો તેની વિગતો પૂરી પાડી હતી.

સાથોસાથ આંગણવાડીની નવતર પહેલ જેવી કે, “પા-પા પગલી” અને “ઉંબરે આંગણવાડી”ના થકી ખાનગી શાળાઓમાં દાખલ થયેલા બાળકો અને સરકારી અધિકારીઓના બાળકો પણ આંગણવાડીમાં પ્રવેશ લઇ રહ્યા છે તેની પાછળના કારણો દર્શાવતા નર્મદા જીલ્લાની આ વિશેષ ઉપલબ્ધિને કેન્દ્રીય મંત્રીઓએ બિરદાવી હતી.

(11:15 pm IST)