Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મોરબીમાં ૩ લાખ લીટરની જરૂરિયાત સામે મળે છે ૧ લાખ લીટર ડીઝલ : પેટ્રોલ પંપ એસો.

નિયમ મુજબ અને જરૂરીયાત પ્રમાણે પેટ્રોલ મહી મળતા મોરબી જિલ્લાના પેટ્રોલ પંપના ધારકો મુશ્કેલીમાં ફસાયા

મોરબી : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ન આવતો હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને લઈને ઘણી જગ્યાએ લોકો ઇંધણ માટે પંપની બહાર વાહન ચાલકોની લાંબી લાઈનોના જોવા મળી રહી છે. ત્યારે હવે મોરબી જીલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનું સામે આવ્યું છે મોરબી જીલ્લા પેટ્રોલપંપ એસોના પ્રમુખ સુભાષભાઈ પડસુંબીયાએ પુરતો સ્ટોક ના હોવાથી નાયરાના પેટ્રોલ પંપ બંધ હોવાનું જણાવ્યું હતું

પેટ્રોલ પંપ એસોના પ્રમુખે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નિયમ મુજબ અને જરૂરીયાત પ્રમાણે જેટલું પેટ્રોલ મળવું જોઈએ એટલું પેટ્રોલ મળતું નથી જેથી આજે મોરબી જિલ્લાના પેટ્રોલ પંપના ધારકો મુશ્કેલીમાં ફસાયા છે. મોરબીમાં ખાસ કરીને નયારા કંપનીના મોટાભાગના પેટ્રોલ પંપ બંધ પડેલા છે. બે દિવસ પહેલા ન્યારા કંપનીના રિજિયોનલ ઓફિસર સાગર દલસાણીયા દ્વારા એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અછતની સ્થિતિ આગામી જાન્યુઆરી માસ સુધી રહી સકે છે અને જો જાન્યુઆરી માસ સુધી સ્થિતિ આવી રહેશે તો પેટ્રોલ પંપના માલિક અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ જશે.

(12:48 am IST)