Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

માળિયાની કન્યા શાળામાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી બેસી ગઈ :ત્રણ બાળકોનો બચાવ.

બનાવને પગલે નાયબ મામલતદાર, ડીઈઓ દોડી ગયા.

મોરબી : માળિયામાં આવેલી કન્યા શાળામાં આજે બપોરના સુમારે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકો રમતા હોય ત્યારે ગ્રાઉન્ડમાં આવેલ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બેસી ગઈ હતી જેથી ત્રણ બાળકો ટાંકીમાં ખાબક્યા હતા જે ત્રણેય બાળકોને બચાવી લેવાયા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયામાં આવેલ કન્યા શાળાની અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી આજે ધરાશાયી થઇ હતી અને પાણીની ટાંકી બેસી જતા રમી રહેલા ત્રણ બાળકો ખાબક્યા હતા જોકે પાણીની ટાંકી વર્ષોથી બંધ હાલતમાં હતી અને પાણી ના હતું જેથી ત્રણ બાળકોને તુરંત બહાર કાઢવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી જે બનાવની જાણ થતા નાયબ મામલતદાર તેજસ પટેલ અને ડીઈઓ બી એમ સોલંકી સ્થળ પર દોડી ગયા હતા અને બનાવ મામલે રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં બપોરે વિદ્યાર્થીઓ મધ્યાહ્ન ભોજન લઇ રહી હતી ત્યારે શાળાના કેમ્પસમાં આવેલ જુનો અન્ડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ટાંકો જે માટી પથ્થરોથી ભરેલ હોય, ટાંકાના સ્લેબ કુદરતી રીતે બેસી ગયેલ છે ઘટના સમયે શિક્ષકો હાજર હોય એકપણ વિદ્યાર્થીનીને કોઈપણ શારીરિક ઈજા કે નુકશાન થયું નથી તેમજ ગામ લોકોની હાજરીમાં ભૂગર્ભ ટાંકાની માટી બહાર કાઢી ચકાસણી કરતા કોઈ દીકરી કે માણસ જોવા મળ્યો નથી
જેથી તાલુકા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકા વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં રોજકામ કરાયું હતું અને કોઈ જાનહાની થઇ ના હોવાનું ખુલ્યું છે તેમજ સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ વહેતા થયા છે જે સત્યથી વેગળા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

(12:51 am IST)