Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ટંકારા ખાતે ઓવરબ્રિજ તથા સર્વિસ રોડની અધુરી કામગીરીને કારણે લોકો તથા વાહન ચાલકો ત્રાહિમામ : સરપંચ દ્વારા રજૂઆત કરાઈ

ટંકારા: ટંકારા ખાતે ઓવરબ્રિજ તથા સર્વિસ રોડની અધુરી કામગીરીને કારણે  લોકો તથા વાહન ચાલકો  ત્રાહિમામ પોકારી રહેલ છે.

ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવાયેલ છે ઓવર બ્રિજની કામગીરી અધુરી છે ઓવર બ્રિજ ઉપર તથા સર્વીસ રોડ ઉપર લાઇટીંગ  ની સુવિધા ઉભી કરાયેલ નથી.
  એમડી સોસાયટી પાસે બનાવાયેલ નાલા ની અંદર ડામર પાથરવામાં  આવેલ નથી. મોરબી તથા રાજકોટ તરફના સર્વિસ  રોડ ઉપર વરસાદના પાણીના  નિકાલ તેમજ  ઘરોના પાણીના  નિકાલ ની કોઈ વ્યવસ્થા કરાયી નથી.
   વરસાદી પાણીના નિકાલ માટે સર્વિસ રોડ ઉપર પાણીની કુંડીઓ બનાવાયી નથી લોકોને ચાલવા માટે ઍક મીટર ની ફૂટપાથ બનાવી જોઈએ તે બનાવી નથી. લોકો  સતત અકસ્માતના ભય હેઠળ સર્વિસ રોડ ઉપર ચાલી રહેલ છે. સર્વિસ રોડ ઉપર આવેલા મકાનોના રહેવાસીઓ માટે રોડના છેડે પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ તે પણ બની નથી . એકાદ ઈંચ વરસાદ પડતાં પાણીનાં નિકાલ ના અભાવે સર્વીસ રોડ ઉપર પાણી ભરાશે. ઠેર ઠેર પાણી ના ખાડાઓ ભરાશે. વાહન ચાલકો ની મુશ્કેલી માં વધારો થશે.
   એમડી સોસાયટી, એસટી બસ સ્ટેન્ડ નગર નાકા , મામલતદાર કચેરી સહિતના રોડ ઉપરના વરસાદ ના પાણીનો નિકાલ નથી. અમુક જગ્યાએ ફોરલેન રોડની કામગીરી સમયે પાઇપલાઇનનો તુટી ગયેલ છે.
   આ વર્ષે વરસાદમાં એમડી સોસાયટી, બસ સ્ટેન્ડ તથા સર્વિસ રોડ ઉપર વરસાદના પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ગ્રામસભામાં પણ રજુ થયેલ છે
    ટંકારા ના સરપંચ ગોરધનભાઈ ખોખાણી એ સર્વિસ રોડના અધુરી કામગીરી તાકીદે પૂરી કરવા વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરવાની તથા ફૂટપાથ બનાવવાની, ઓવર બ્રિજ તથા  સર્વિસ રોડ ઉપર લાઇટીંગ ની વ્યવસ્થા કરવાની માંગણી કરેલ છે .

(1:05 am IST)