Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

હળવદની પતંજલિ નર્સિગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ

હળવદઃ અંગદાન ચેરીટેબલ ટ્રસ્‍ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમઃ હળવદઃ અહીનીᅠ આવેલᅠ પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્‍ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અંગદાન અંગેની વિશેષ માહિતી શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં કોણ અંગદાન કરી શકે કોને અંગદાન ની જરૂર છે અને કયા અંગ પ્રત્‍યારોપણ થઈ શકે તેવી માહિતી વિસ્‍તૃત રીતે દિલીપ દાદાએ આપી હતી. આ કાર્યક્રમમાં હળવદમાં રહેતા નવીનભાઈના દીકરી જાહ્નવી ને તેની બંને કિડની ફેઇલ થતાં તેમના માતા કૈલાશબેન એ કિડનીની દાન આપી દીકરીના જીવનમાં અજવાળું કર્યું હતું ત્‍યારે તે માતા અને દીકરીનું સન્‍માન કર્યું હતું તેમજ હળવદના ભટ્ટફળીમાં રહેતા અનીરુધભાઈ દવેનું લિવર ફેઇલિયર થતાં તેમને સુરતના ગીતાબેન દ્વારા લિવરનું દાન મળતા ૨૦૧૬ ની સાલ માં લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું હતું ત્‍યારેᅠ અંગદાન પ્રાપ્ત કરનાર અને દીકરી ને કિડની નું દાન કરનાર બધા ખૂબ સ્‍વસ્‍થતા થી પોતાનું જીવન જીવી રહ્યા છે અને તેઓએ પણ અંગદાન કરવા માટે આપિલ કરી હતી ત્‍યારે આજ ના આ કાર્યક્રમ માં હાજર સૌ ને અંગદાન અંગે વિસ્‍તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને નર્સિંગ કોલેજ ની બહેનો ભવિષ્‍ય માં જયા પણ ફરજ બજાવે ત્‍યાં અંગદાન અંગે ની જાગૃતિ લાવે તેવા શુભ આશય થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું આ કાર્યક્રમમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્‍ટનાᅠ દિલીપભાઈ દેશમુખ, ધારાસભ્‍યᅠ પરસોતમભાઇ સાબરીયા, બીપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, મામલતદાર નાનજીભાઈ ભાટી, સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન પતંજલિ કોલેજના સંચાલક ડો.અલ્‍પેશભાઈ સીનોજીયા અને સામાજિક કાર્યકર તપનલાલ દવેએ કર્યું હતું

(11:17 am IST)