Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભુજના મહેંદી કોલોનીમાં અખિલ કચ્‍છી ચાકી સમાજના જમાતખાનામાં એક નવી પહેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૮: ચાકી જમાતખાનામાં લગ્ન પ્રંસંગે દુલ્‍હનો માટે ૫૧૦ ફુટનો સ્‍પેશ્‍યલ રૂમ બનાવવામાં આવેલ આ રૂમમાં દુલ્‍હનને શણગાર તથા બેસવાની વ્‍યવસ્‍થા તથા તમામ સુવિધા વાળું રૂ.૫,૦૦,૦૦૦/- અંકે રૂપીયા પાંચ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રૂમ જમાતખાના મઘ્‍યે તૈયાર કરવામાં આવેલ છે. ચાકી જમાતખાના ભુજ જે પણ લોકો લગ્ન પ્રસંગ વખતે તેમણે દુલ્‍હન માટે રૂમ પણ કોઈ પણ જાતના ચાર્જ વિના આપવામાં આવશે.

આ રૂમ બનાવવાનો ઉદેશ્‍ય મરહુમા હવામા બુઢા ચાકીના ઈસાલે સવાબ અર્થે તેમના પરિવારજનો દ્વારા બનાવવામાં આવેલ છે અને તેનું ઉદઘાટન તા.૧૩/૬/ર૦૨૨ ના રોજે કિંઝા ફારૂક ચાકી તથા નીહા મહમદહનીફ ચાકી દ્વારા કરવામાં આવેલ હતું.

તેમાં ખાસ દુઆએ ખેર હાજીયાણી મેમુના આપા કાદરી દ્વારા કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્‍યામાં મહિલાઓ હાજર રહેલ. જેમાં પ્રોગ્રામના આયોજક હાજીયાણી રોમતબેન આદમ ચાકી, ત્વીન ફારૂક ચાકી, ખેરૂનીશા મહમદહનીફ ચાકી તથા મેરૂનીશા ઝયનુલ ચાકી, ઈબ્રાહીમ ફારૂક ચાકીની યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.

(11:34 am IST)