Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ડેડાણમાં રસ્‍તાના ખાડા બન્‍યા પ્રજાજનોની પરેશાની

(બહાદુરઅલી હિરાણી દ્વારા) ડેડાણ, તા. ૧૮ : ડેડાણથી ત્રાકુડા લંગાળા જામકા રોડ પર મોટા ખાડા પડવાથી વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા છે. 

રોડરસ્‍તાના ખાતમુહુર્ત થયા પછી રોડ બનતા નથી. જેથી વાહન ચાલકોએ ત્રાકુડાથી મૂંજીયાસર થઇ ડેડાણ આવવાની ફરજ પડે છે. રોડ પરના ખાડામાં વરસાદી પાણી ભરાતા અકસ્‍માતો સર્જાવાની ભીતિ હોવાથી યુવા કાર્યકર ઘનશ્‍યામભાઇ ડી. દુધાત  દ્વારા તાત્‍કાલીક રોડ બનાવવા માંગણી કરાઇ છે.

(12:35 pm IST)