Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સીવીલ હોસ્‍પીટલ સાવરકુંડલાના ડો. હાર્દિક બોરીસાગરને રાજકોટ મેડીકલ કોલેજમાં એમ.ડી. (ગાયનેક) માં એડમીશન મળતા શુભેચ્‍છા અપાઇ

 સાવરકુંડલાઃ શહેરમાં સીવીલ હોસ્‍પીટલમા એમ.બી.બી.એસ. તરીકે ફરજ બજાવી ચુકેલ ડો. હાર્દિકભાઇ અશોકભાઇ બોરીસાગર કે, જે બ્રહ્મસમાજ અને ભાજપના અગ્રણી અશોકભાઇ બોરીસાગર અને પુર્વ નગરપાલીકા સદસ્‍ય ભારતીબેનના સુપુત્ર છે. કોરોના કાળના કપરા સમયમાં દર્દીનારાયણશ્રીઓની ખુબજ મદદ કરેલ છે. ડો. હાર્દિક ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે રાજકોટની સરકારી મેડીકલ કોલેજમાં એમ.ડી.(ગાયનેક) માં એડમીશન મળતા પુર્વ કૃષી મંત્રી વી.વી.વઘાસીયાના ભાજપ કાર્યાલય ખાતે ડો. હાર્દિક બોરીસાગર અને તેમના પીતાશ્રી અશોકભાઇ બોરીસાગરને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ હતી આ તકે વી.વી.વઘાસીયા, પુર્વ મહામંત્રી (જિલ્લા ભાજપ) કમલેશભાઇ કાનાણી, સીવીલ હોસ્‍પીટલ સાવરકુંડલાના સુપ્રીટેન્‍ડેન્‍ટ વિપુલભાઇ પટેલ, નગરપાલીકાના સદસ્‍યો જયસુખભાઇ નાકરાણી, પ્રતિકકુમાર નાકરાણી, પીયુષભાઇ મશરૂ, જીજ્ઞેશભાઇ ટાંક, કરશનભાઇ આલ, કાન્‍તીભાઇ ગોહીલ, હસુભાઇ ચાવડા, ડી.કે. પટેલ તથા ભાજપ અગ્રણીઓ ચીરાગભાઇ હીરપરા, દેવરાજભાઇ નાવડીયા, મધુભાઇ ગજેરા, મધુભાઇ નારોલા, મધુભાઇ લહેરી, જગદીશભાઇ ધડુક, વિજયભાઇ મહેતા તથા અન્‍ય આગેવાનોએ પુષ્‍પગુચ્‍છ અને સાલ ઓઢાડીને શુભેચ્‍છા પાઠવેલ તેમ કાર્યાલય મંત્રી જીતુભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયું હતું.

(1:27 pm IST)