Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજ્‍યમાં ટુંક સમયમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની સામૂહિક બદલીઓ

નાના જિલ્લામાં બે જિ.શિ. નહીં મુકાય

 

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ : ગુજરાત રાજ્‍યમાં સરકારે કેન્‍દ્રની નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કર્યો છે ત્‍યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે ત્‍યારે લાંબા સમયની જિલ્લા શિક્ષણાધિકારીઓની જગ્‍યાઓ ખાલી હોય તથા ક્‍યાંક જગ્‍યાઓ ઉપર ૩ાા-૪-૪ાા વર્ષનો સમય જે તે જિ.શિ.ની નિયુકિતને થઇ ગયો હોય ટુંક સમયમાં રાજ્‍યકક્ષાએ સામૂહિક બદલીઓનો રાઉન્‍ડ જુલાઇમાં આવે તેવું આયોજન થઇ રહ્યું છે. હાલ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, પોરબંદર સહિત અનેક જિલ્લાઓમાં પ્રાથમિક તથા માધ્‍યમિક બે-બે જિ.શિ.ને બદલે એક એક જ છે તથા ઇન્‍ચાર્જથી કામ ચલાવાય છે ત્‍યારે હાલ શિક્ષણ વિભાગ, જિ.શિક્ષણ તાલીમ ભવન દરેક જિલ્લામાં પ્રાથમિક, માધ્‍યમિક જિ.શિ. કચેરીઓ રાજ્‍ય શિક્ષણ તાલીમ ભવન વિ. સ્‍થળે પણ જિ.શિ. કક્ષાના અધિકારીઓ ના હોય બદલીઓમાં દ્વારકા, મોરબી, સોમનાથ, પોરબંદર, મહીસાગર, બોટાદ જેવા નાના જિલ્લાઓમાં પ્રાથમિક અને માધ્‍યમિક વચ્‍ચે એક-એક જિ.શિ. મુકીને કામગીરી ચલાવાય તેવી પણ સંભાવના હોવાનું જાણવા મળેલ છે

(4:26 pm IST)