Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઇન્‍વેસ્‍ટમેન્‍ટના નામે ફ્રોડ કરતા જામનગરના ગુન્‍હાના ૩ આરોપી ઝબ્‍બે

 

જામનગર,તા. ૧૮: જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઇમના પો.ઇન્‍સ પી.પી. ઝા સમાજમાં ઇન્‍વેસ્‍મેન્‍ટ ના બહાને ફ્રોડ કરતી ગેંગને પકડી પાડવા તેમજ સાયબર ક્રાઇમના અનડિટેકટ ગુન્‍હાઓના આરોપીઓને પકડવા સુચના કરેલ જેથી સાયબર ક્રાઇમના પો ઇન્‍સ.એ સાયબર ક્રાઇમ સ્‍ટાફ ની વિશેષ ટીમ બનાવી તપાસમાં રહેલ હતા.

જેમાં થોડા સમય પહેલા જામનગર ના એક ફરીયાદીને ઇન્‍વેસ્‍ટ કરવાના નામે પૈસા જમા કરાવડાવી જાહેર કરેલ ટકાવારી મુજબ રિટર્ન ના આપી, ફરીયાદીના ઇન્‍વેસ્‍ટ કરેલ પૈસા પણ પરત ના આપી કુલ રૂ -૯,૧૯,૧રપ૫/- ની છેતરપીંડી કર્યા બાબતની ફરીયાદ મળતા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧ર૦ર૦૫૮રર૦૦૦૯/ર૦રર આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦, ૧૨૦બી તથા આઇ.ટી.એકટ કલમ ૬૬ડી મુજબ તા.૦૪/૦૬/ર૦રર ના રોજ ગુન્‍હો દાખલ થયેલ હતો.

જે ગુન્‍હા બાબતે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પો કોન્‍સ.કલ્‍પેશભાઇ હરેશભાઇ મૈયડનાઓએ તપાસ હાથ ધરેલ જેમાં ફોડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એપ એનાલીસીસ તથા બેન્‍કીંગ ટ્રાન્‍ઝેકશનનું સંકલન કરી તેમજ ટેક્‍નીકલ પુરાવા એકત્રીત કરેલ જેમાં આરોપીનુ લોકેશન મહારાષ્ટ્રના રાજયના નંદુરબાર જીલ્લાના આવતા હોય તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં ૧૧ર૦ર૦૫૮રર૦૦૦૭/ર૦ર૧ આઇપીસી કલમ- ૪૨૦, તથા આઇ.ટી.એકટ કલમ ૬૬,૬૬ડી મુજબનો અનડિટેકટ ગુન્‍હો જેમાં હે કો -કુલદિપસિંહ વિજયસિંહ જાડેજાનાઓ આરોપીઓની શોધમાં હતા

જેમાં ફોડ થયેલ રકમ મનીટ્રેઇલ તથા વોલેટ એનાલીસીસ કરેલ જેમાં આરોપીઓના લોકેશન સુરત શહેર ખાતેના આવતા હોય જેથી જામનગર શહેર ડીવાયએસપી શ્રી જેએસ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્‍સ્‍સપેકટરશ્રી એ.આર.રાવલનાઓ સાયબર ક્રાઇમની ટીમ સાથે નંદુરબાર જીલ્લા તેમજ સુરત શહેર ખાતે રૂબરૂ તપાસમાં જઇ ગુનામાં સંડોવાયેલ શકમંદો ને ઝડપી પાડી પકડાયેલ આરોપી (૧) મોહમદ સઇદ ખાટીક (ઉવ.૨૧) ધંધો ડ્રાઇવીંગ રહે ગામ નવાપુર જી.નંદુરબાર (૨) ખુશાલભાઇ ધનસુખભાઇ ઇટાલીયા (ઉવ.૩૧) ધંધો-વેપાર રહે. ગામ-વરાછા-સુરત (૩) હેવલીભાઇ બળવંતભાઇ પટેલ (ઉવ.૨૯) ધંધો-વેપાર રહે ગામ -ચોર્યાસી સુરત પાસેથી સીમ કાર્ડ ૧૦૫, એટીએમ-૧૬, ચેકબુક ૬ ધની-પેના ફીડમકાર્ડ ૨, કોમ્‍પ્‍યુટર - ૧ મોબાઇલ -૧ મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

આ કાર્યવાહી સાયબર કાઇમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર પી પી ઝા. પો સબ ઇન્‍સ. એ.આર.રાવલ હેડ કોન્‍સ.  ભગીરથસિહ જાડેજા. ફુલદિપસિઠ જાડેજા કોન્‍સ. કલ્‍પેશભાઇ મૈયડ નાઓએ કરેલ છે તેમજ એએસઆઇ ડી જે ભુસા, એએસઆઇ ચપાબેન વાઘેલા, ધર્મેશભાઇ વનાણી,રાજેશભાઇ પરમાર, રાહુભાઇ મકવાણા, જેસાભાઇ ડાગર, રજનાબેન વાઘ, વિકીભાઇ ઝાલા, પુજાબેન ધોળકીયા ગીતાબેન હિરાણી, યદ્વિકાબેન યાવડા, નીલમબેન સીસોદીયા, અલ્‍કાબેન કરમુર નાઓ મદદમાં રહેલ છે.

(1:33 pm IST)