Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જૂનાગઢમાં યુવા પત્રકાર દર્શન જોશીનાં જન્‍મદિને કાલે સેવાકાર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮: જૂનાગઢના પત્રકાર મિલન ભીખુભાઈ જોશી પરિવાર દ્વારા જૂનાગઢની સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન તથા અબ તક દૈનિકના સહયોગ સાથેᅠ જરૂરિયાતમંદ લોકોને સર્વોચ્‍ય આરોગ્‍યલક્ષી સેવાઓ નિષણાંત તબીબો અને ટેકનીશન્‍યો દ્વારા મળી રહે અને સરકારની વિવિધ યોજનાઓ ક્‍યાંય ધકા ખાધા વગર તેમના વિસ્‍તારમાં મળી રહે તેવા શુભ હેતુ સાથે જૂનાગઢ મહાનગરના લોકો માટે ‘સેવાની સરવાણી' કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવા કાર્ય એક જ સ્‍થળે, એક જ સમયે યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. ત્‍યારે જૂનાગઢના અબ તકના યુવા પત્રકાર દર્શન જોશીના જન્‍મદિવસ પ્રસંગે જૂનાગઢનાં જોષીપરામાં પાણીના ટાંકા પાસે આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે આવતીકાલે રવિવારે તા. ૧૯/૬/૨૦૨૨ ના રોજ સવારના ૯ થી ૧૨ વાગ્‍યા સુધી સેવાની સરવાણી કાર્યક્રમ યોજાશે.

સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન તથા અબ તક દૈનિકના સહયોગથી મિલન ભીખુભાઈ જોષી પરિવાર દ્વારા યોજાનાર સેવાની સરવાણી કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. વારાના માર્ગદર્શન હેઠળ વૈદ્ય અજય પિઠીયા, વૈદ્ય એમ.એસ વઢવાણા, વૈદ્ય ડીજી ઠુંમર, વૈદ્ય એચ.કે. લીંબાણી, વૈદ્યા એચ.એચ. વાઘેલા, વૈદ્યા વી.પી. ભાદરકા, ડો. એચ એચ લાલાણી, જે.જે અજુડીયા દ્વારા દર્દીઓનું નિદાન કરાશે. તથા જરૂરમંદ દર્દીઓને આયુર્વેદિક તથા હોમિયોપેથિક નિશુલ્‍ક દવાનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જૂનાગઢની સિવિલ હોસ્‍પિટલના સુપરિન્‍ટેન્‍ડન્‍ટ ડો. સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ નિષ્‍ણાંત તબીબો અને ટેકનિશિયન દ્વરા બ્‍લડ ગૃપિંગ, ડાયાબિટીસ, હાર્ટ ચેકઅપ તથા આંખના નંબર ચેક કરી આપવાનું પણ આ કેમ્‍પમાં નિશુલ્‍ક આયોજન કરવામાં આવેલ છે.

આ સાથે સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાતવાળાશ લાભાર્થીઓને પોતાના વિસ્‍તારમાં ઘર બેઠા લાભ મળી શકે તે માટે આયુષ્‍યમાન કાર્ડ, ઈશ્રમ કાર્ડ, હેલ્‍થ કાર્ડ, ગે કાર્ડ કાઢી આપવા માટે ખાસ વ્‍યવસ્‍થા પણ આ ‘સેવાની સરવાણી' કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે.

આ સેવાની સરવાણી કાર્યક્રમનો લાભ લેવા પત્રકાર મિલનભાઈ જોશી, ગીતાબેન એમ.જોષી, બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવ જોશી, કાર્તિક ઠાકર તથા અબ તક દૈનિક અને મીડિયા હાઉસ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના જોષી પરિવારના કિશોર જોશી, દૃષ્ટિ ભટ્ટ, ઓમ રાવલ, નિતલ જોશી, ભાવિન જોશી, જલ્‍પેશ જોશી, જીગ્નેશ મહેતા, મનીષ મહેતા, ચિંતન ભટ્ટ, રવિ ભટ્ટ, ધર્મિષ્ઠાબેન ઠાકર, તથા બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ વિશાલ જોશી, મહેશભાઈ શુક્‍લા, પીસી ભટ્ટ, દેવાંગ વ્‍યાસ, મયુર જોશી, મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન ડી.જોશી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે.

(1:34 pm IST)