Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાણવડના વેરાડના ગોડાઉનમાં ઝડપાયેલ અનાજના જથ્‍થા મુદ્દે ૩ સામે કાર્યવાહી

 

(કૌશલ સવજાણી દ્વારા) જુનાગઢ તા.૧૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના વેરાડના ગોડાઉનમાં ઝડપાયેલ અનાજના જથ્‍થા મુદ્દે ૩ શખ્‍સો સામે કાર્યવાહી કરાઇ છે.

પ્રાપ્ત માહિતી મજબ કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકા અને જિલ્લા પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શન હેઠળ અને નાયબ કલેકટર ખંભાળીયા તથા ઇન્‍ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી દેવભૂમિ દ્વારકાના અને નાયબ પોલીસ અધિક્ષકની સુચના અનુસાર ભાણવડ તાલુકા મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમ ભાણવડ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તપાસ કરતા ભાણવડ નજીક ત્રણ પાટીયા પાસે ટ્રક નં. જીજે. રપ-ટી ૯૯૮૭ તથા વેરાડ ગામની સીમમાં વાડી વિસ્‍તારમાં આવેલ એક ખાનગી ગોડાઉનમાં રહેલ અનાજનો જથ્‍થો શંકાસ્‍પદ જણાતા વધુ તપાસ હાથ ધરતા નિચેની વિગતો જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળનો અન્ન અને નાગરીક પુરવઠા વિભાગનો વ્‍યાજબી ભાવના દુકાનદારોને આપવાનો જથ્‍થો હોવાનું માલુમ પડયું હતું.

જેથી ઘઉં, ચોખા, સહિત ટ્રકની અંદાજિત કિંમત રૂ.૭,૦૦,૦૦૦ ગણી કુલ અંદાજિત રકમ રૂા.૧૬,રપ,૩૦૦નો મુદામાલ કબ્‍જે લઇ સીઝ કરવામાં આવેલ છે. આ ગુન્‍હાના મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના નાયબ મામલતદારએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડોર સ્‍ટેપ ડીલીવરીના ઇજારેદાર રાજુભાઇ નગાભાઇ છેતરીયા, ડ્રાઇવર નાથાભાઇ અરજણભાઇ ભણસુર, મુકેશભાઇ રતનભાઇ દુધરેજીયા અને તપાસમાં ખુલે તે તમમ વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરી વિશેષ તપાસ પુરવઠા વિભાગની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છ.ે

(1:35 pm IST)