Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મોરબીમાં જૂની અદાવતમાં રહીમ સંધી ઉપર ૭ શખ્‍સોનો છરી - ધોકાથી જીવલેણ હુમલો

જોન્‍સનગરમાં લાઇટબીલના રૂપિયા બાબતે બે ઉપર ૩ શખ્‍સોનો હુમલો : ઘરમાં તોડફોડ કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબીના કાલિકા પ્‍લોટમાં ગત રાત્રીના સમયે જૂની અદાવતમાં યુવાન પર સાત શખ્‍સોએ જીવલેણ હુમલો કર્યો હતો જેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે આ અગે પોલીસ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
બનવાની મળતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્‍લોટમાં રેહતા રેશમાબેન રહીમભાઈ સંધી ઉ.વ.૩૦ વાળીએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે કે તેના પતિ રહીમભાઈને તેજ વિસ્‍તારમાં રહેતા કેટલાક શખ્‍સો સાથે જૂની માથકૂટ ભૂતકાળમાંᅠᅠથઇ હતી જેનો ખાર રાખી ઈરફાન કરીમ પારેડી, ડેનીશ કિશોર ક્‍થરેચા, રવી ઉર્ફે બૂચિયો દેવજીભાઈ, હાર્દિક દીપકભાઈ ગોહેલ, રોહિત જીવણભાઈ બાવાજી, આરીફ ઇકબાલ હાલાણી, અને સાહિલ ઉર્ફે સવો રેહ્માનભાઈ સહિતના સાત શખ્‍સોએ સાથે મળી અને તેના પર છરી તેમજ ધોક્કા વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રહીમભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયો હતો આ અગે પોલીસ ગુનો હત્‍યાના પ્રયાસનો ગુનો નોધી આરોપીને ઝડપવા પ્રયાસ કર્યોં છે તો મોરબીમાં ગુનાહિત પ્રવૃતીઓ વધી છે પોલીસ બીક જાણે ઘટી હોય તેવો ઘાટ હાલ સર્જાયો છે.
બીજા બનાવમાં મોરબીમાં જોન્‍સનગર શેરી નં-૧૧ રોડ ઉપર લાઇટબીલના રૂપિયા બાબતેᅠ૩ᅠશખ્‍સોએ યુવક પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી સમુનભાઈ હશનભાઈ ભટ્ટીએ આરોપી મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટી,ᅠકાસમભાઈ બસીરભાઇ ભટ્ટી અને માજીદભાઈ બસીરભાઇ ભટ્ટી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે સમુનભાઈના પિતાએ આરોપી મોહશીનને લાઇટબીલના અડધા રૂપીયા આપવા બાબતે બોલાવી વાતચીત કરતા મોહશીન એક્‍દમ ઉશ્‍કેરાઇ ગયો હતો અને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલતો હતો. જેથીસમુનભાઈએ. ગાળો બોલવાની ના પાડતા મોહશીનએ લોખંડના પાઇપ વતી સમુનભાઈને માથાના ભાગે ફટકો મારી લોહિયાળ ઈજા કરી હતી ત્‍યાં કાસમ અને માજિદ આવી જતા તે બન્ને એ પણ સમુનભાઈ તથા સાહેદ હસનભાઇને ઢીકાપાટુનો મુંઠમાર મારી સમુનભાઈના મકાનમા રહેલ સામાન તથા ઘરવખરીના સામાનની તોડફોડ કરી નુકશાન કરી સમુનભાઈ તથા સાહેદ હસનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૪,ᅠ ૩૨૩,ᅠ૫૦૪,ᅠ૫૦૬(૨),ᅠ૪૨૭,ᅠ૧૧૪ તથા જી.પી.એક્‍ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:37 pm IST)