Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

યુએસએ રહેતા શખ્‍સને પરણેલી જુનાગઢની મહિલાને સાસરીયાનો ત્રાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮:   યુ.એસ.એ. રહેતા શખ્‍સને પરણેલી જુનાગઢની મહિલાને સાસરીયાઓએ ત્રાસ આપી મારકુટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જુનાગઢમાં ઝાંઝરડા રોડ સ્‍થિત સિધ્‍ધી વિનાયક એપાર્ટમેન્‍ટમાં હાલ પિયરમાં રહેતા ૩૭ વર્ષીય રાધીબેનના લગ્ન ર૦૦૬માં સિંકદરાબાદનાં કૃણાલ જયોતીન્‍દ્ર કણસાગરા સાથે થયેલ.

લગ્ન બાદ દપંતી અમેરિકા જતુ હતુ. પરંતુસ્ત્રીધનની વસ્‍તુઓ બાબતે તેમજ પિયરમાંથી રૂા.૧૦ લાખની રકમ લાવવા દબાણ કરી રાધાબેનને ત્રાસ આપવાનું શરૂ કરેલ. તેમજ આક્ષેપો અને મારકુટ કરી મકાનમાં સીસીટીવી કેમેરા ગોઠવ્‍યા હતા. આથી મહિલાને જાનનું જોખમ જણાતા તેઓ ભારત પરત આવતા રહેલ.

આ અંગે રાધાબેને પતિ કૃણાલ તેમજ સસરા જયોતિન્‍દ્રભાઇ જયંતિલાલ, સાસુ રેખાબેન, દિયર સાગર અને દેરાણી મનાલી સામે ફરિયાદ કરતા જુનાગઢ મહિલા પોલીસ મથકમાં પી.આઇ. કે.ડી.કરમટાએ તપાસ હાથ ધરી છે.

(1:38 pm IST)