Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જામનગરમાં આર્મી પરિક્ષા રદ મુદ્દે આર્મીના સીઇઓ સાથે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓની મુલાકાતઃ ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરીને યોગ્‍ય કરવાની ખાત્રી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ : જામનગરમાં આર્મીની પરીક્ષા રદ થવા મુદ્દે ઉમેદવારોમાં ભારે રોષ બાદ આજે બપોરે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે એસ.પી.પ્રેમસુખ ડેલુના મધ્‍યસ્‍થીથી આર્મી ઓફિસમાં આર્મીના સીઇએ સાથે મુલાકાત કરી હતી.
આર્મીના સીઇઓએ આ મુદ્દે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરીને યોગ્‍ય કરવાના ખાત્રી આપી હતી.
આ તકે મામતલતદાર જહાનવીબા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
કોઇ પરિસ્‍થિતિ ઉભી ન થાય તે માટે ‘‘વરૂણવાન'' પણ સ્‍ટેન્‍ડ બાય રખાયું હતું.

 

(1:40 pm IST)