Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પોરબંદરમાં સ્‍કુલ પાસે ખૂલ્લી ગટરનો જોખમી ખાડો

પોરબંદર તા. ૧૮ : સ્‍કુલ પાસે ખુલ્લા ગટરના ખાડાથી ભુલકાઓ ઉપર અકસ્‍માતનું જોખમ વધ્‍યું છે
લીમડાચોક પાસે આવળ ચોકમાં ગટર અને ખુલ્લા ખાડાને લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્‍થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી કોંગ્રેસ દ્વારા નગરપાલીકાના તંત્રને ઉગ્ર રજુઆતમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા, નગરપાલીકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગી ઉપપ્રમુખ ફારૂકભાઇ સુર્યા, પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયા, દંડક ભરતભાઇ ઓડેદરાએ નગરપાલિકાના તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે લીમડાચોક પાસે આવળ ચોકમાં કિડસ સ્‍કુલ આવેલી છે ત્‍યાંથી હજારો લોકો અવર-જવર કરતા હોય છે. ત્‍યાં ખુલ્લી ગટર અને ખાડા આવેલા છે. ત્‍યાંથી અવર-જવર કરતા લોકો અને શાળાએ આવતા બાળકો સાથે ગમે ત્‍યારે ગંભીર અકસ્‍માત સર્જાય તો જવાબદારી કોની ? રાત્રીના સમયે કોઇ વાહન ખાડામાં ખાબકે તો જવાબદાર કોણ ?
ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્‍યાં પાણી ભરાય તો લોકોને ખબર પણ ન પડે કે ત્‍યાં ખાડો કે ગટર છે તો ત્‍યાં વાહન ફસાયઅને અકસ્‍માત સર્જાય શકે તેમ છે ખુલ્લી ગટરના કારણે તમાં ઝેરી જીવજંતુનો ઉપદ્રવ વધ્‍યો છે .જેથી રહેવાસીઓમાં મચ્‍છરજન્‍ય રોગચાળાનું પ્રમાણ વધ્‍યું છે .ગંદકીનો ઉપદ્રવ અસહ્ય વધ્‍યો છે. લોકોને ત્‍યાંથી પસાર થવું મુશ્‍કેલ બન્‍યુ છે. ચોમાસામાં આ ગટરના પાણી રોડ પર ફેલાસે જેથી તાત્‍કાલીક ધોરણે યોગ્‍ય કાર્યવાહી કરવા રજુઆતમાં જણાવ્‍યું છ.ે

 

(1:55 pm IST)