Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પોરબંદરના બોરીચામાં દોરા-ધાગાના ધતિંગ કરતા ભુવાને ખુલ્લો પાડતુ વિજ્ઞાન જાથા

મહિલા ઉપર ડાકણનો ખોટો આરોપ મુકનાર ભુવાએ છેતરપીંડી કર્યાનું કબુલાત આપી : દોરા-ધાગા નહીં કરવાની જાહેરાત કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૮ : તાલુકાના બોરીચા ગામે ૨૫ વર્ષથી દોરા-ધાગાઘ માદરડીયા બનાવવા, ધૂણીને અને મહિલા ઉપર ડાકણના ખોટા આરોપ મુકનાર ભુવા કાના દુદાભાઇ ઓડેદરાની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બગવદર પોલીસ સ્‍ટેશનની મદદથી ૧૨૦૬ મો સફળ પર્દાફાશ કર્યો હતો.
સોઢાણાના દુલા લાખા કારાવદરાએ પોતાના આપવિતીમાં માહિતી આપી કે તેમાં પરિવારના કુટુંબી સદસ્‍યો સ્‍વીફટ ગાડીમાં આવી તારી માતા ડાકણી છે જે રેખા ઉપર કરી નાખ્‍યુ છે. ૬ વર્ષનો પુત્ર માતા પાસે જતો નથી. બોરીચાના ભુવા કાનાએ તમારૂં નામ આપ્‍યુ છે. તેમ બોલી ઘરમાંથી બહાર નીકળો. રાત્રીના સવા બારે ધમાલ મચાવી લોકોને ભેગા કરી દીધા. પરિવાર ગભરાઇ ગયો. કંઇ પણ જાણતા ન હતા. માતા સંતોકબેન નિર્દોષ હોવાથી ડાકણનો આરોપ લાગવાથી આપઘાત કરવાનું નક્કી કરી લીધું. વિજય અરભમ, રામ લખમણ ઝઘડાખોર, માથાભારે હોય ઘર આખું ફફડવા લાગ્‍યું. ઘરની બહાર નીકળવું કેમ તેવો ભય સતાવવા લાગ્‍યો.
સવારે દુલા લાખાએ પોતાના સગા, મિત્રમંડળને વાત કરી. બધાએ વિજ્ઞાન જાથાની મદદ લેવા સલાહ આપી. ઓડેદરા મેર સમાજના આગેવાનોએ જાથા ઉપર ભલામણ કરી જલ્‍દી ડાકણનો પ્રશ્‍ન હલ કરશો. ભુવો કાના ઘરમાં માતાજીનું સ્‍થાનક બનાવી અંદરોઅંદર ઝઘડા કરાવે છે. ખોટા નામ આપે છે. ધૂણવામાં હોંશિયાર છે. મઢની બાજુમાં દાનપેટીનો ડબ્‍બો રાખ્‍યો છે. રોગ મટાડવા, માદરડીયા પહેરાવવા, દાણા જોવામાં કાબેલીયત છે. વિજય અરભમ, રામ લખમણ, રેખા વિજય, રૂડીબેન લખમણ, રાંભીબેન ડાકણનો અપ્રચાર કરે છે. તેઓ બધાને બોધપાઠ આપવા સંબંધી જાથા સમક્ષ વાત મુકવામાં આવી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સોઢાણા મહિલા ઉપર ડાકણનો આરોપ સંબંધી ખરાઇ કરવા સ્‍થાનિક કાર્યકરોને કામે લગાડયા.
જાથાના ચેરમેન પંડયાએ પોરબંદર જિલ્લા એસ.પી.ને તમામા હકિકતનો પત્ર ફેકસ કરીને બગવદર પોલીસ સ્‍ટેશનની મદદની માંગણી કરી હતી. એસ.પી. એ બગવદર પી.એસ.આઇ એચ.સી.ગોહિલને કાયદો-વ્‍યવસ્‍થાની જાણકારી આપી જાથાને પોલીસ બંદોબસ્‍ત ફાળવવા સુચના મોકલવામાં આવી હતી. પી..એસ.આઇ ગોહિલે જાથા માટે એ.એસઆઇ એ.એ.આરબ, પોલીસ કર્મીઓમાં મનોજભાઇ સોલંકી, હરેશભાઇ જુજીયા, રામભાઇ બાપોદરા, સંજયભાઇ જીપ્‍સી, પોલીસ વાન ફાળવવામાં આવ્‍યું.
રાજકોટથી વિજ્ઞાન જાથાની ટીમ ઉમેશ રાવ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, રમેશભાઇ મારૂ, સાહિલ રાજદેવ, ભકિતબેન રાજગોર, હર્ષાબેન વકીલ, જયંત પંડયાની આગેવાનીમાં બગવદર પોલીસ સ્‍ટેશન માટે રવાના થઇ હતી.જાથાની ટીમ, પોલીસ કાફલો બોરીચા ગામની વાડીમાં ભુવાના માતાજીના સ્‍થાનકે પહોંચી ગયો. પરિવાર હતપ્રત થઇ ગયો. અજુગતુ લાગતા ભુવા કાનાના મોટાભાઇ આવી ગયા. જાથાએ સઘળી ડાકણ સંબંધી વાત કરી, દાણા જોઇ ગુમરાહ કરે છે. મોટાભાઇએ કીધુ ખેતીમાં ધ્‍યાન આપતો નથી. ધૂણવાને રવાડે ચડી ગયો છે. હજુ સુધી બે પાંદડે થયો નથી. અમો નવા મકાને રહેવા જતા રહ્યા છીએ. તેવામાં કાના દુદા ભુવા આવી ગયા. જાથાએ બધી વાત કરી સંતોકબેનનું ડાકણ નામ લીધુ છે. કાનુની ગુન્‍હો બને છે. બગવદર પોલીસે કડકાઇ વાપરી સમજાવટથી ગંભીરતાની વાત મુકી દીધી.
લેખિત કબુલાતનામામાં ભુવા કાના દુદા ઓડેદરા, (ઉવ.૫૩) ધંધો દુઃખ-દર્દ મટાડવા, જોવાનું કામ સાથે રીક્ષાની હેરાફેરી, બોરીચા ગામ છેલ્લા  ૨૫ વર્ષથી ભુવાપણુ કરું છું. વિજય અરભમ જોવડાવવા આવે છે. મને માતાજી શરીરમાં આવે છે તે તે પ્રમાણે બોલુ છું. ડાકણનું નામ બોલાય જવાથી રડવા લાગ્‍યો હતો. એક વાર માફી આપવા, કાયમી જોવાનું બંધની જાહેરાત કરી હતી. લોકોનુ રાજ્‍યમાં દોરા-ધાગા, પશુબલી, ડાકણ સંબંધી માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જાણકારી આપવા યાદીમાં જણાવાયું છે.

 

(1:47 pm IST)