Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

‘જોડિયા પાવા' સ્‍પર્ધામાં ધ્રાંગધ્રાના ૬૮ વર્ષના કલાકાર કિરીટકુમાર પુજારા પ્રથમ

રાજકોટ : તાજેતરમાં ભાવનગર મુકામે ગુજરાત રાજ્‍ય કલા મહાકુંભ આયોજિત ‘જોડિયા પાવા' સ્‍પર્ધામાં ધ્રાંગધ્રાના ૬૮વર્ષના કલાકાર કિરીટકુમાર રતિલાલ પુજારા પ્રથમ વિજેતા થયા છે. આ અગાઉ પણ બંસરી વાદન માટેની અનેક સ્‍પર્ધાઓમાં તેમણે ઇનામો મેળવ્‍યા છે.
માત્ર સાંસ્‍કળતિક ક્ષેત્રે જ નહીં પરંતુ શારીરિક ક્ષેત્રે પણ તેમને અનેક એવોર્ડ મળેલા છે. જે મુજબ સુરેન્‍દ્રનગર મુકામે યોજાયેલ ગુજરાત રાજ્‍ય ખેલકુંભ સ્‍પર્ધામાં પણ તેમણે ભાલા ફેંક ,ગોળા ફેંક ,તથા ચક્ર ફેંક સ્‍પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્‍યું હતું.

 

(4:28 pm IST)