Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જામનગર : SOG એ સપાટો બોલાવ્‍યો : નશા કારક પાવડા મેકેડ્રોન લઇને નિકળેલ શખ્‍સને પકડી પાડ્યો : ડ્રગ્‍સ પ૪ ગ્રામ જેની કિંમત પ,૪૦,૦૦૦ અન્‍ય મુદ્દામાલ કિ. રૂ. પ,પ૦,૩૦૦ પકડી પાડ્યો

જામનગર : જામનગર પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ સાહેબ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામ લક્ષી કામગીરી કરવા બાબતે કાર્યવાહી કરવા સુચના કરેલ.

SOG ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ગોહિલના નેતૃત્ વાળી ટીમના પો. હેડ કોન્. દીનેશભાઇ સાગઠીયાને ખાનગી રાહે હલ્કિકત મળેલ કે જામનગર ખાતે રહેતો શબીર ઇકબાલ વાઘેર રાજકોટ તરફથી નશા કારક પાવડર મેકેડ્રો લઇને ખીજડીયા બાયપાસેથી નીકળનાર હોય જેથી સદરહું હકિકત આધારે ઉપરોકત જગ્યાએ વોચમાં રહી રેઇડ કરતા મજકુર ઇસમના કબ્જામાંથી મેકેડ્રોન પાવડર ડ્રગ્ પ૪ ગ્રામ કી. રૂ. ,૪૦,૦૦૦ તથા અન્ મુદ્દામાલ મળી કિ. રૂ. ,પ૦,૩૦૦ સાથે પકડાય ગયેલ છે અને મેકેડ્રોન પાવડર અમદાવાદ ખાતે રહેતા આદીલએ મોકલેલ હોય તેમજ જામનગર રહેતા સમીર બશરને આપવાનો હોય જેથી ઉપરોકત ત્રણેય ઇસમો વિરૂધ્ પો. હેડ કોન્. હર્ષદભાઇ ડોરીયાએ પંચ -ડીવી પો. સ્ટે. એન.ડી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

કાર્યવાહી ઇન્ચાર્જ પો. ઇન્. કે.કે. ગોહિલ તથા .એસ.આઇ. ચંદ્રસિંહ જાડેજા, વિક્રસિંહ ઝાલા તથા પો. હેડ કોન્. હીતેષભાઇ ચાવડા, રાયદેભાઇ ગાગીયા, અરજભાઇ કોડીયાતર, દીનેશભાઇ સાગઠીયા, મયુદીન સૈયદ, રમેશભાઇ ચાવડા, શોભરાજસિંહ જાડેજા, સંદીપભાઇ ચુડાસમા, અનિરૂધ્ધસિંહ ઝાલા, હર્ષદભાઇ ડોરીયા, રાજેશભાઇ મકવાણા, રવિભાઇ બુજડ તથા પો. કોન્. સોયબભાઇ મકવા લાલુભા જાડેજા તથા વુ. પો. કોન્. પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રો. .એસ.આઇ. નિરૂધ્ જાડેજા તથા ડ્રો. પો. હેડ કોન્. સહદેવસિંહ ચૌહાણ વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(10:58 pm IST)