Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દ્દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ નજીકથી ૫૦૦ના દરની મોટા પાયે પ્રતિબંધિત જૂની કરન્સી નોટોનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ચોખંડા હાઇવે પરથી જૂની ૫૦૦ ના દરની ચલણી નોટનો મોટો જથ્થો ઝડપાયો છે. જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે  કાનાભાઇ ભાટુ પાસેથી જૂની કરન્સી ઝડપી પાડી હતી.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળતા કાનાભાઈ ભાટુ પર શંકા જતા તેને ચોખંડા રોડ પર રોકતા તેમની પાસેથી જૂની ૫૦૦ ના દર ની ૩,૫૫,૦૦૦ રૂ.ની ૭૧૦ નોટ મળી આવી હતી...

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે જૂની કરન્સી મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરીછે. (કૌશલ સવજીયાણી, જામ-ખંભાળિયા.)

(12:08 am IST)