Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભુજ ક.વી.ઓ.જૈન સંઘ મધ્યે પર્યુષણ પર્વની ક્ષમાપના તપ, જપ અને ધાર્મિક ક્રિયા પુર્ણ

ભૂજ તા.૧૮ : ક.વી.ઓ. જૈન સંઘ સંચાલીત નવનીતનગર - કોવઇ નગર ઉપાશ્રય મધ્યે ચાતુર્માસ અર્થે બિરાજમાન પ.પુ.સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા. અને પ.પુ.સાધ્વી હર્ષકિરણાશ્રીજી મ.સા. આદિઠાણા-ર ની નિશ્રામાં તપ, જપ, ધાર્મિક ક્રિયાના સમન્વયથી પર્યુષણ પર્વનું સમાપન થયુ હતુ. આ પ્રસંગે સંઘ દ્વારા નવનીતનગર ઉપાશ્રય મધ્યે સામુહિક ક્ષમાપનાનું આયોજન કરાયુ હતુ. પ.પુ.સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા.જણાવ્યુ હતુ કે, ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂ આ પર્યુષણ મહાપર્વ છે. જૈન ધર્મમાં સમગ્ર જીવને ક્ષમા આપવી અને ક્ષમા માગવી એના જેવો બીજો કોઇ ધર્મ નથી એમ જણાવ્યુ હતુ. ક્ષમાપના અંગેનું ઉંડાણપુર્વક સમજણ આપી હતી. તપસ્યા કરનાર તપસ્વીઓના પારણાની સગવડ નવનીતનગર ભોજનશાળા મધ્યે શ્રી સંઘ દ્વારા કરવામાં આવી હતી.

સ્વાગત પ્રવચન કરતા સંઘના અધ્યક્ષ  તારાચંદભાઇ છેડાએ જણાવ્યુ હતુ કે પર્યુષણ પર્વ દરમિયાન તથા ગત વર્ષે કોઇનું પણ જાણતા અજાણતા મન દુભાવ્યુ હોય તો શ્રી સંઘ તથા મહાજનવતી મિચ્છામી દુકકડમ કર્યુ હતુ. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે પર્યુષણના સાત દિવસ દરમિયાન નવનીતનગર ભોજનશાળા મધ્યે બપોરનું સ્વામિવાત્સલ્ય તથા સાંજનું ચૌવિહાર હાઉસની સગવડ કરવામાં આવી હતી અને પ.પુ.સાધ્વીજી મ.સા. દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ.

પર્યુષણ પુર્ણાહુતિ પ્રસંગે આયોજીત વરઘોડામાં ભગવાનને લઇ રથમાં બેસવાનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે શ્રીમતી જયોતીબેન ગીરીશભાઇ છેડા પરીવાર, ભગવાનના સારથી બનવાનો લાભ શ્રીમતી પ્રિતીબેન જયેશભાઇ છેડા પરિવાર અને લુણગરીરીનો લાભ શ્રીમતી શીલાબેન લ્હેરીભાઇ છેડા પરિવાર, ભગવાનને પોખવાનો માતૃશ્રી સુંદરબેન રામજી ગાલા હસ્તે ગીરીશભાઇ જગશી છેડા, ભગવાનને છત્ર પકડવાનો લાભ લ્હેરીભાઇ જગશી છેડા પરિવારે લાભ લીધો હતો. ભગવાનનું પારણુ ઘરે પધરાવવાનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે શ્રીમતી જીનલ કિરણ જયેશભાઇ છેડા પરિવારે લીધો હતો. શાલીભદ્રની પેટી ઘરે પધરાવવાનો લાભ શ્રીમતી ચાર્મિ કુશલ મારૂ (ગામ કોટડારોહા) હસ્તે  લક્ષ્મીકાંતભાઇ પ્રેમજી કારાણી પરિવારે લીધો હતો. અષ્ટપ્રકારી પુજાના થાળનો ચડાવો શ્રીમતી નીતાબેન રાજેશભાઇ ગોગરી પરિવારે લીધો હતો.

પ.પુ.સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા.ની ૮૩મી આયંબિલની ઓળીની તપસ્યા અને પ.પુ.સાધ્વી હર્ષકિરણાશ્રીજી મ.સા.ના વરસીતપની તપસ્યા નિમિતે ગામ મોટી ખાખર હાલે ભુજ નિવાસી શ્રીમતી મમતાબેન ચંદ્રેશભાઇ ગંગર હસ્તે હાર્દિક ચંદ્રેશભાઇ ગંગર તરફથી શ્રી સંઘને ચંદરવો (પુઠીયો) અર્પણ કરવામાં આવ્યુ હતુ.

(10:16 am IST)