Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બનાસકાંઠાના ભીલડીમાં ૪ લોકો ઉપર હુમલો કરનાર દિપડો ૬ કલાકની મહેનત બાદ પાંજરામાં કેદ

રાજકોટ : બનાસકાંઠામાં આદમખોર દીપડો પાંજરે પુરાયો છે ડીસાના ભીલડી ખાતે આવેલ દીપડાનું રેસ્‍કયુ કરાયું હતું દીપડાએ ફોરેસ્‍ટ અધિકારી સહિત ૪ લોકો પર હૂમલો કર્યો હતો. ફોરેસ્‍ટ વિભાગની ટીમે બેહોશીનું ઇન્‍જેકશન આપી રેસ્‍કયુ કર્યુ હતું. ૬ કલાકની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્‍થાનીક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. (અહેવાલ : મયુરભાઇ ઠકકર)

 

(10:37 am IST)