Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગોંડલમાં જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીનો દરોડો : ૯ શખ્સો પકડાયા

કુલદીપસિંહ તેના મકાનમાં જુગાર રમાડતો'તો : એક લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ગોંડલ શહેરના આશાપુરા ચોકડી પાસે આવેલ સિદ્ઘાર્થનગરમાં કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ વ્યકિતઓ ને રૂપિયા ૧૦૧૮૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદ સિંહ રાઠોડ, પ્રકાશભાઈ પરમાર તેમજ રૂપકભાઈ બોહરાએ સિધ્ધાર્થનગરમાં દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા મકાન માલિક કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, સુનિલ આશાનંદ વરધાની, ભાવિક દિનેશભાઇ વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, ઇકબાલ મેશનભાઈ ગુગા, રાજેન્દ્ર કિશોરભાઈ ચૌહાણ, જયંત પ્રાણભાઈ જેઠવા, શાબીર હુસેનભાઇ ગરાણા, તેમજ આસિફ મહેબુબભાઇ મુલતાનીને રોકડા રૂપિયા ૬૬૩૦૦, પાંચ મોબાઇલ મળી કુલ રૂ ૧૦૧૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(12:08 pm IST)