Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વાંકાનેરમાં ભાજપ દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે કોરોના વેકસીનેશન કેમ્પ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૮ :.. શહેર ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના ૭૧ જન્મ દિવસે લોકોના આરોગ્ય ત્થા બ્લડ અને કોરાના સામેના જંગને રોકવા યાને આ બિમારીની ત્રીજી લહેરને નેસ્ત નાબુદ કરવા કો.વેકસીન અને કોવીસીલ્ડના ડોઝ ત્થા વૃધ્ધોને આષ્યુમનકાર્ડ અને આયુષમાના કાર્ડ જેવા આરોગ્ય તપાસણી સાથેના લોક ઉપયોગી કાર્યોમાં મોરબી જીલ્લાના વાંકાનેર અને તાલુકામાં વાંકાનેરના મહારાજા કેસરદેવસિંહ ઝાલા ના પિતા સ્વ. દિગ્વીજયસિંહ ઝાલાએ ભારતમાં પ્રથમ પર્યાવરણ એટલે કે વૃક્ષ છેદન બચાવવા ભારતભરમાં યોગ ચલાવેલ જેના ભાગરૂપે હાલના વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ અને તેની ટીમના પરેશભાઇ મઢવી રતિભાઇ ઢુવા, હિરાભાઇ, ભરત ઠાકરાણી, અમુભાઇ તથા હિરેન ખિરૈયા ચંદ્રપુર ઢુવા વઘાસીયાના તાલુકા પંચાયતના મોભી ધર્મેન્દ્રસિંહ અને તાલુકા ભાજપની ટીમે ભારે જહેમત ઉઠાવીને નરેન્દ્રભાઇના ૭૧ માં જન્મ દિવસની આરોગ્ય લક્ષી ઉજવણી કરી હતી. જેમાં મેડીકલમાં ૪૩૮ લોકોની તપાસ થયેલ અને ૧૦૮ બોટલ બ્લડ ડોનેશન થયેલ. વેકસીન ૩ર૦ ત્થા કો-વેકસીન ૩૧ ડોઝ અપાયા આયુષ્ય પ૦ કાર્ડ અપાયેલ હતા. આ રીતે કામગીરી થયેલ.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા ગ્રાન્ટ પુરી સુવિધા સાથે એમ્બ્યુલન્સ વાહન તથા હોસ્પીટલ ખાતે ૧ ગેસ પ્લાન સાથે ર બીજા ગેસ પ્લાનનું અને હોસ્પીટલની પુરી સુવિધા સાથે ડોકટરો અને સ્ટાફની નવી નિમણુકની સુવિધાઓને મંજૂરી અપાયેલ મોહનભાઇ સાથે જીલ્લા ભાજપના દુર્લભજીભાઇ અને ડોકટરોની ટીમ જહેમત ઉઠાવી હતી. કલેકટરશ્રી મોરબી અને નાયબ કલેકટરશ્રી વાંકાનેર ઉપસ્થિત રહ્યા હતાં. 

(12:08 pm IST)