Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જસદણની સાણથલી જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને આપના મહિલા ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યા : કોંગ્રેસના મહિલા ઉમેદવાર આજે ફોર્મ ભરશે

જિલ્લા પંચાયતની બે બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ પેટા ચૂંટણી લડશે : ભાજપે શિવરાજપુર બેઠકના ઉમેદવારના નામની સત્ત્।ાવાર જાહેરાત ન કરતા રાજકારણ ગરમાયું હતું

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા. ૧૮: રાજકોટ જિલ્લા પંચાયતની જસદણ તાલુકાની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટા ચૂંટણી આગામી તા.૩ ના રોજ યોજાનાર છે. જેમાં આજે શુક્રવારે સાણથલી બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર રશીલાબેન રમેશભાઈ વેકરીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયારે સાણથલી બેઠક પરથી આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર રીટાબેન સુરેશભાઈ વાડોદરીયાએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથોસાથ શિવરાજપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના રૂપસિંગભાઈ પોપટભાઈ સોલંકીએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બન્ને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરનાર હોવાથી રાજકીય માહોલ જામશે તેવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાણથલી બેઠક માટે સત્ત્।ાવાર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ છાવણીમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે કેટલાક દાવેદારોએ ટીકીટની માંગણી કરી હોવા છતાં ટીકીટ નહી મળતા સમય પ્રમાણે સાવધાન થઈ જશે તેવું ભાજપ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. વધુમાં ભાજપ દ્વારા શિવરાજપુર બેઠકના ઉમેદવારના નામની છેલ્લી ઘડી સુધી જાહેરાત ન કરતા રાજકારણ ગરમાયું હતું. જો શિવરાજપુર બેઠકમાં યોગ્ય ઉમેદવારનું પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં નહી આવે તો નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિનુભાઈ જગદીશભાઈ મેણીયાના નામની સત્ત્।ાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જયારે સાણથલી જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે શારદાબેન વિનુભાઈ ધડુકના નામની સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે આ બન્ને સીટના ઉમેદવારો આજે શનિવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

(12:09 pm IST)