Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગોંડલના વાસાવડની યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી ઘોઘાવદરના ધવલ ધડુકે દુષ્કર્મ આચર્યુ

સોમનાથ - ચોટીલાની હોટેલમાં અને યુવતીના ઘરે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો : દવા પીવડાવી ગર્ભપાત કરાવી નાંખ્યો : ધવલની શોધ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ગોંડલ તાલુકાના વાસાવડ ગામની યુવતીને ઘોઘાવદરના શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી સોમનાથ, ચોટીલા ફરવા લઈ જઇ હોટલમાં દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ગર્ભપાતની દવાઓ પીવડાવી ગર્ભપાત કરાવી તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઇન્દિરા આવાસ પાસે રહેતી ૩૦ વર્ષીય યુવતીએ ઘોઘાવદર ગામે રહેતા ધવલ રમેશભાઈ ધડુક નામના યુવાન વિરુદ્ઘ ગોંડલ તાલુકા પોલીસમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬ તથા એકટ્રોસીટી એકટ કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ધવલે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પ્રથમ સોમનાથ ફરવા લઈ ગયેલો હતો જયાં હોટેલ રાજ પેલેસ બાદ ચોટીલા અશ્વમેઘ નામના ગેસ્ટ હાઉસમાં મરજી વિરૂદ્ઘ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં રાજકોટ કોર્ટમાં લઈ જઈ કાગળોમાં સહી કરાવી ફોટા પડાવી લગ્ન થઈ ગયાનું જણાવ્યું હતું. પછી પતિની જેમ રહી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં ગર્ભવતી બનતા ગર્ભપાતની દવાઓ પીવડાવી ગર્ભપાત કરાવી નાખી વાતચીત કરવાનું ધીમે ધીમે ઓછું કરી છોડી મુકતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.

ગોંડલ તાલુકા પોલીસે ધવલ ધડુક સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(12:10 pm IST)