Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠામાંથી નશીલા પદાર્થ ઘુસાડવા ડ્રગ્સ માફીયાઓ પુનઃ સક્રિય?

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બાદ ભારતમા અફીણ કોકીન હેરોઇન હસીસ જેવા માદક પદાર્થો ઠાલવવા સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના અંતરિયાળ દરિયાકાંઠાનો ઉપયોગ કરવા ડ્રગ્સ માફિયા તકની રાહ જોતા હોવાનો ડેન્જર ચાર્લીનો ઇશારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૮ : અફઘાનિસ્તાનમા તાલીબાન સરકાર આવ્યા બાદ ભારતમા અફીણ કોકીન હેરોઇન હસીસ જેવા માદક પદાર્થો ઠાલવવા સૌરાષ્ટ્રના પોરબંદર સહિત અંતરિયાળ કાંઠાનો ઉપયોગ કરવા ડ્રગ્સ માફીયાઓ પુનઃ સક્રિય બન્યા હોવાનો દેશહિત માટે સર્વે કરતા ડેન્જર ચાર્લીએ ઇશારો કરેલ છે.

પોરબંદરનું અરબી સમુદ્ર કિનારા પરનું આ બંદર ૨૧-૩૮ ઉતર અક્ષાંશ અને ૬૯-૩૭ પુર્વ રેખાંશ પર આવેલુ છે પરંતુ ભારતના હિન્દુસ્તાન પશ્ચિમ કિનારા અને યુરોપના બંદરો વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ આવેલુ છે. ભારત હિન્દુસ્તાન અરેબિયા, આફ્રિકા, પશ્ચિમ ગલ્ફના બંદરો સાથે વેપાર માટે ઘણુ જ સુયોગ્ય બંદર ગણાય છે. પેટાળમાં ગણીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નજીકમાં ગણાય છે. તેમજ પડોશમાં કિનારા જોડાતા સેઢા પડોશી ગણાતા ઇરાક, ઇરાન, ઇજિપ્ત પણ પોરબંદરના બંદરને સ્પર્શ કરે છે. થોડુ અંતર દૂર રહે તે સાથે ગલ્ફ અમીરાતમાં દુબઇ પણ નજીકમાં છે. જે ભારત હિન્દુસ્તાનને અડચણકર્તા કે નથી દુબઇ ફ્રી પોર્ટ હોવાના લીધે સુવર્ણ (સોનુ) અને ચાંદીની હેરાફેરી થઇ શકે છે. જે ઇતિહાસ અને ૧૯૫૬ થી ૧૯૯૨ સુધી સને ૧૯૯૪ સુધીનો જૂનો છે.

કમલાબાગ પોલીસમાં કમલા બાગ પોલીસ સ્ટેશન તેમજ કુતિયાણા પોલીસ સ્ટેશન તેમજ માધવપુર (ઘેડ) પોલીસમા જે તે સમયે એલસીબીમાં સ્વ.પો.સ.ઇ. તરીકે ફરજ બજાવતા વી.આર. આગઠ ઉપર ગોસાબારા પર થતુ લેન્ડીંગ પકડવા ગયેલ ત્યારે પોરબંદરના ચમુમિંયા પંજુમીયા સૈયદે એસસીબી પો.સ.ઇ. સ્વ.વી.આર.આગઠ પર તેમજ ફરજ પરના કર્મી પર કરાયેલ ફાયરીંગની ફરીયાદ નોંધાવેલ ચાર્જશીટ થતા અત્રેની સેશન્સ અદાલતમાં કેશ ચાલી જતા ચમુમીંયા વગેરેનો કોર્ટે છુટકારો કરેલ. દરમિયાન એલસીબી પો.સ.ઇ. સ્વ. વી.આર.આગઠ કોઇ તારીખે કે તપાસમાં રાજકોટ જઇ રહેલ ત્યારે ગોંડલ નજીક હાઇવે રોડ પર તેમની કારને અકસ્માત નડતા મૃત્યુ થયેલ પરંતુ આ રહસ્ય અકબંધ રહેલ છે.

વર્તમાન સ્થિતિ ભારત હિન્દુસ્તાન માટે ચિંતાજનક એ છે કે, અફઘાનિસ્તાનમાં જે ઘટના બની છે અને બની રહી છે સિરીયલ અને ધર્મના નામે ઝનુન ફેલાવાથી પાકિસ્તાનની મદદથી તાલિબાને જે સતા હાંસલ કરી છે કરી રહેલ છે. જે નૃરસંહાર કરતા સ્ત્રી પર અત્યાચાર તેમનો સંહાર કરી રહી છે. જે વિશ્વને ચોંકાવી દીધેલ. તેમા પણ અમેરીકાના વર્તમાન પ્રમુખ બીયોન્ડની ચર્ચીત ઉંડાણથી તપાસ શંકા કરે તેવી કે પુર્વ યોજીત ગણાતી ઘટના અમેરીકન લુથર એકાએક હટાવી સમગ્ર વિશ્વ પણ ખતરો ઉભો કરી દીધેલ છે અને ચાર્લી તથા રોબર્ટ રોઝી સંસ્કૃતિ પુરાણી પૌરાણીકતા અફઘાનિસ્તાનની ભારત દેશ સાથે સંકળાયેલ છે. જેનુ અનુમોદન આપણો પ્રાચીન મહાપુરાણ મહાભારત ગ્રંથ જાણકારી મળી રહે છે.

આજનું અફઘાનિસ્તાન મહાભારત પૌરાણીક ગ્રંથનું ઉલ્લેખ અનુસાર કંધાર (ગંધાર) અને કાબે યાને કાબુલથી ઓળખ ધરાવે છે. આ દેશની રાજકન્યા કંધારી યાને ગંધારી તરીકે ઓળખ ધરાવતી ધૃતરાષ્ટ્રની પત્ની યાને ૧૦૦ એકસો પુત્ર જે કૌરવથી ઓળખાય છે. તેની માતા તરીકે ઓળખ અપાયેલ છે. કંધારી યાને ગાંધારી આંખે અંધ યાને પ્રજ્ઞચક્ષુ ન હતી પરંતુ ધૃતરાષ્ટ્ર પ્રજ્ઞચક્ષુ હોવાથી સ્વૈચ્છીક રીતે કંધારી યાને ગાંધારીએ પ્રજ્ઞચક્ષુ યાને સ્વૈચ્છીક અંધાપો સ્વીકારેલ તેનુ સતીત્વ પણુ ઉજળુ રહેલ છે. દ્રૌપદીને પાંડવ વિજયનું વરદાન તથા પુત્ર દુર્યોધનની કાયાની લોખંડી ક્ષમતા આપી.

બીજો પ્રસંગ મહાભારતનો શ્રીકૃષ્ણ અર્જુનનો ચર્ચીત તે પરથી કહેવત પડી ગયેલ. કાબે અર્જુન લુટાયો ધનુષ બાણ સહિત જે પરત પણ મળેલ શ્રી કૃષ્ણે પઠાણનો વેશ ધારણ કરી અર્જુનની પરીક્ષા કરી લુંટેલ જે તે સમયે અર્જુન પાતાળમાં જતા રસ્તામાં પરીક્ષા કરેલ.

આ બંને પ્રસંગો વિસ્તૃત રીતે મહાભારત ગ્રંથ વિગત પુર્ણ રીતે જાણવા મળશે. સાથોસાથ ધૃતરાષ્ટ્ર પત્ની કૌરવની માતા કાંધારી યાને ગાંધારી વિશે તેના સતીત્વ વૃતના જાણકારી મળશે.

તાલીબાની તેમજ તાલીબાની પ્રેરીત આતંકવાદીઅોને ઘુસાડવા સર્વે થતુ હોવાનુ કે પુર્વ સમયમાં થયાનો ઇશારો કરે છે. તેમને માટે પોરબંદરનો ૧૦૫ ઍકસો પાંચ કિલોમીટરનો સાગરકાંઠો વધુ સાનુકુળ પડે છે. કચ્છ કરતા ગુજરાત સૌરાષ્ટ્રમાં પોરબંદર કિનારો જીવંત ગણે છે. ગ્રામ્ય વિસ્તારના કિનારા પર ભેખડ પથરાયેલ છે જે દરિયાઇ વહેલને લાંગરવા માટે આશીર્વાદ સમાન છે. કુદરતી જેટ્ટી ગરજ સારે છે. સ્વર્ગ માને છે. આ નશીલો પદાર્થ ઘુસાડવા માટે ડીલીવરી મેન, કુરીયર, ભુગોળ પિછાનની જરૂર છે. અફઘાનીસ્તાન દ્વારા ડ્રગ્સ કેફી દ્રવ્યો તેમજ માદક પદાર્થનું સિધ્ધ કન્સાઇન્ટમેન્ટ લાવવાને બદલે અફઘાનના ગ્વાદર બંદરેથી ઇરાક ઇરાન મોકલવામાં આવે ત્યા કોઇ રોક ટોક નથી. ત્યા મહિલાઅો પણ છુટથી નશો કરે છે, વહેચે છે, સફાઇ પ્રોસેસ કરી ભારત મોકલવુ તે માટે સહેલો રસ્તો પોરબંદર સાગરકાંઠો ૧૦૫ ઍકસોપાંચ કિલોમીટરનો સાનુકુળ પડે છે તેમ ઍક જાણકારે કહેલ કે જેમણે પોતાનુ દેશી વહાણ હતુ. સાત વર્ષની ભુગોળની જાણકારી ધરાવે છે. તેનુ અનુભવનું ગણિત માંડી કોઠાસુઝનું જ્ઞાન દર્શાવ્યુ. હાલ અફીણ ચરસ ગાંજા અફઘાનથી સીધા પાકિસ્તાન ચીનની સહાયથી લડાખ રસ્તે તેમજ અંદરની ઘાટીમાં થઇ કાશ્મીરી સફરજન કે અન્ય ફ્રુટના પારસલતામાં ઘુસાડવામા આવે છે. આ બોકસ સાથે ચરસ અફીણ ગુજરાતમાં આવે છે. ગુજરાતમાંથી પસાર થઇ સૌરાષ્ટ્રમાં  ઘુસાડવા પ્રયત્નો છે. જેમા પોરબંદર મોટુ ગુ હબ ગણાય છે.

(12:14 pm IST)