Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૧પ૧.પ ટકા રેકોર્ડબ્રેક વેકિસનેશન જુનાગઢમાં

૮૮૦૦ ના લક્ષ્યાંક સામે ૧૪ હજાર લોકોને રસીથી રક્ષિત કરાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ : સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૧પ૧.પ ટકા રેકોર્ડબ્રેક વેકિસનેશન જુનાગઢમાં થયુ છે. જેમાં ૮૮૦૦ના લક્ષ્યાંક સામે૧૪ હજાર લોકોને રસીથી રક્ષિત કરવામાં આવ્યા હતા.

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનના અવસરે કોરોના રસીકરણ મહા અભિયાન યોજાયુ હતું જુનાગઢ મહાનગરમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર રાજેશ તન્ના અને મ.ન.પા. આરોગ્ય સમિતિના અધ્યક્ષ આરતીબેન જોશીના માર્ગદર્શનમાં શહેરની ૩૩ જેટલી જગ્યા પર રસીકરણના કેમ્પ યોજાયા હતા.

જે માટે ૮૮૦૦ નો આપવામાં આવેલ લક્ષ્યાંકને સિધ્ધ કરવા ગઇકાલે સવારે ૭ વાગ્યાથી ગત મોડી રાત્રી સુધી દોડધામ કરનાર મ.ન.પા.ના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે રાત્રી સમયના ૧૦ કેમ્પ કરવામાં આવેલ અને ૪ ટીમને રસીકરણ માટે ડોર ટુ ડોર મોકલવામાં આવેલ.

સખ્ત મહેનતને લઇ ૮૮૦૦ ના લક્ષ્યાંક સામે ૧૪ હજાર લોકોને કોરાના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી આમ એક જ દિવસમાં ૧પ૧.પ ટકા રસીકરણ કરી નવો કિર્તિમાન સ્થાપિત થયો હોવાનું ડો.ડેડાણીયાએ જણાવ્યું હતું.

ગુજરાતમાંસૌથી વધુ ૧પ૧.પ ટકા વેકિસનેશન જુનાગઢમાં થતા ડો.ડેડાણીયા અને તેમની ટીમ પર અભિનંદન-શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.

જુનાગઢ કોર્પોરેશન બાદ જુનાગઢ જિલ્લામાં ૧૦પ.પ ટકા રસીકરણ થયેલ જયારે રાજયમાં સૌથી ઓછુ ૩૩.૯ ટકા વેકસીનેશન જાણવા મળેલ છે.

(1:00 pm IST)