Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાનું આગમન : અંજારમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો : બજારમાં પાણી,,પાણી

અંજાર આસપાસના ભિમાસર સહિતના ગામોમાં પણ વરસાદ :અંજાર બાદ નલિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

કચ્છમાં આખરે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. કચ્છમાં વરસાદ પડતા ખેડૂતો સાથે શહેરીજનોને પણ આનંદ થયો છે. કચ્છના અંજારમાં ગડગડાટ સાથે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો. છે

અંજાર આસપાસના ભિમાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. તો બીજી તરફ અંજાર બાદ નલિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે બજારોમાં નદી સમાન બની હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગે આગામી 2 દિવસમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(8:04 pm IST)